Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીનવાલા સ્કુલ પાસે નવો બનેલો રસ્તો બે મહિનામાં ધોવાઇ ગયો
અંકલેશ્વરજીનવાલા થી પીરામણ ચર્ચ સુધીના માર્ગને બની ને હજી માંડ 2 મહિના થયા છે ત્યાં રોડ પર વરસાદના કારણે ખાડા પાડવા સાથે રોડનું ધોવાણ થઈ જતાં ઇજારદારની હલકી કક્ષાની કામગીરી છતી થવા પામી છે. હજી ચોમાસાની શરૂ આત થઈ છે ત્યાંજ ઇજારદાર અને તંત્રની પોલ છતી થઈ ગઈ હતી. બાબતે પાલિકા સભ્યએ ઇજારદારને બેલ્ક લિસ્ટ કરી ત્વરિત અસરથી રોડ નવેસરથી બનાવાની માંગ કરી છે.
રાજ્ય સરકારના જી.યુ.ડી.સી વિભાગ દ્વારા વર્ષો જૂની નગરપાલિકા ડ્રેનેજ લાઈન નવીનીકરણ બે વર્ષ પૂર્વે ખોદકામ કરતા રોડ બિસ્માર બન્યો હતો. ઉગ્ર રજૂઆતો બાદ 2 મહિના પૂર્વે રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે બનીને માંડ બે મહિના થયા છે અને હજી ચોમાસાની માંડ શરૂઆત થઈ છે તથા વરસાદી એક બે ઝાપટામાંજ રોડ પર ઠેર ઠેર ગાબડાં પડી ગયાં છે. તો કેટલાક સ્થળે તો રોડનું ધોવાણ થઈ ગયું હોય એમ ડામર ઉખડીને બહાર આવી ગયું છે.
નગરપાલિકાએ અગાઉ માર્ગ અને મકાન વિભાગને રોડની કામગીરી યોગ્ય રીતે થઇ નહિ હોવાની લેખિત ફરિયાદ કરી હતી. વિરોધ પક્ષના સભ્ય શરીફ કાનુગાએ માર્ગ બનાવનાર કોન્ટ્રક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સાથે માર્ગનું પુનઃ નિર્માણ કરવાની માગ કરી છે. બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીનો સંપર્ક સાધતા કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવાની નગરસેવકની માંગ
તકલાદી કામગીરી બાબતે પાલિકામાં ફરિયાદ કરી
અંકલેશ્વરના જીનવાલા સ્કુલના રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયાં છે. તસવીર-હર્ષદમિસ્ત્રી