તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વરના સજોદ ગામે બે દુકાનોમાં ~1.42 લાખનો તસ્કરો દ્વારા હાથફેરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના સજોદ ગામે બે દુકાનોમાં ~1.42 લાખનો તસ્કરો દ્વારા હાથફેરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાસજોદ ગામે ઇલેકટ્રોનિકના શો રૂમ તેમજ એસ.બી.આઈ બેન્કના ગ્રાહક સુવિધા કેન્દ્રને તસ્કરો નિશાન બનાવતા 1.42 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કર્યો હતો. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે ડોગ સ્કવોડ તથા ફીંગર પ્રિન્ટ એકસપર્ટની મદદથી ફરાર તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે રહેતા જીગ્નેશ માધવભાઈ પટેલ સેમસંગ કંપનીનો ઇલેકટ્રોનિકસનો શોરૂમ ધરાવે છે. ગત રાત્રીના તેઓ પોતાનો શો રૂમ બંધ કરી ઘરે ગયા હતાં. તે દરમિયાન રાત્રીના તસ્કરો તેમના શોરૂમને નિશાન બનાવતા લોખંડની જાળી કાપી દુકાનમાં પ્રવેશ્યા હતાં. તસ્કરો દુકાનમાંથી 1.42 લાખ રૂપિયાની કિમંતના 4 એલઇડી ટીવીની ચોરી કરી હતી.

તસ્કરોએ શોરૂમની નજીક આવેલાં એસ.બી.આઈ સેવા ગ્રાહક સેવા સુવિધા કેન્દ્રનું શટર તોડયું હતું અને તેમાં ખાખાખોળા કર્યાં હતાં. દુકાનમાંથી માત્ર 400 રૂપિયા મળી આવતા તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલાં તસ્કરો સીસીટીવીમાં તસ્કરો કેદ થઈ ગયા હતાં. બનાવ અંગે શોરૂમ સંચાલક જીગ્નેશભાઈ પટેલએ જાણ કરતા તાલુકા પી.આઈ.એન.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તેમજ એફએસએલની મદદથી ફરાર તસ્કરોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

ઇલે.ના શોરૂમમાંથી ~1.42 લાખ તથા સેવા કેન્દ્રમાંથી ~400ની ચોરી

સીસીટીવીના આધારે તપાસ

^સીસીટીવી કેમેરામાં તસ્કરો દેખાઈ રહ્યાં છે. સી.સી.ટી.વીના ફૂટેજ મેળવી તસ્કરોની ઓળખ છતી થતાં તેમને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. > એન.ડી.ચૌધરી,પીઆઇ,તાલુકા પોલીસ સ્ટેશન

સજોદમાં તસ્કરોએ બે દુકાનોના તાળા તોડયાં હતાં. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો