• Gujarati News
  • જમીન દલાલી મુદ્દે કોંગી આગેવાનના પુત્ર પર માથાભારે શખ્સોનો હુમલો

જમીન દલાલી મુદ્દે કોંગી આગેવાનના પુત્ર પર માથાભારે શખ્સોનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંજમીન દલાલીના મુદ્દે કોંગી આગેવાનના યુવાન પુત્ર પર અંકલેશ્વર -હાંસોટ રોડ પર આવેલ વ્રજ ભૂમિ સોસાયટી પાસે માથાભારે મુસિ્લમ શખ્સો જીવલેણ હુમલો કરી આતંકનો માહોલ ઉભો કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વરના કોંગી આગેવાન અને ખેડૂત અગ્રણી જમિયત પટેલનો યુવાન પુત્ર સંદીપ ગત રોજ સાંજે અંકલેશ્વર -હાંસોટ રોડ પર પોતાની સ્કોડા ગાડી નં.જી.જે.16.એ.બી.7978માં હાંસોટ રોડ પર આવેલ વ્રજ ભૂમિ સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યો હતો.દરમિયાનમાં હાર્દિક પટેલ સાથે હાંસોટના માથાભારે ઇસમ યુનુસ ઉર્ફે ચોબો ,યુનુસ બદરુ અને તેની સાથે આવેલ અન્ય બે શખ્સોએ કેમ દલાલી ના તું રૂપિયા અમારા આપતો નથી તેમ કહી બીબત્સ ગાળો આપી સંદીપને મોઢાના ભાગે ફેંટ મારી ગાડીમાં સાથે લાવેલા બેઝ બોલ બેટ કાઢી હુમલો કરી મારવાનું શરુ કરી જાનથી મારવાની કોશિશ સાથે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. સંદીપને ગંભીર હાલતમાં જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.