તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર GIDCમાં ખુલ્લી ગટરોને આખરે બંધ કરવામાં આવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજીઆઇડીસીમાં ઔદ્યોગિક વસાહત પ્રદુષિત પાણી માટે બનાવેલ ભૂગર્ભ લાઈન તેમજ ઘરગથ્થુ પાણીની ચેમ્બરોમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદ બાદ નોટીફાઇડ વિભાગે ચેમ્બરોને બંધ કરી દેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ક્રીટીકલ ઝોનમાંથી બહાર નીકળ્યા બાદ પ્રદુષણ નિયંત્રણ રાખવા માટે પડકાર માટે એ.આઈ.એ અને નોટીફાઈડ વિભાગ દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે જી.આઈ.ડી.સી. વિસ્તાર પ્રદુષિત પાણી તેમજ ડ્રેનેજની ભૂગર્ભ લાઈનો પર ઉભા કરવામાં આવેલી 1,800 ચેમ્બરો પર પાક કોન્ક્રીટ કરી બંધ કરવામાં આવી રહ્યાં છે.

અત્યાર સુધી 1300 જેટલા ચેમ્બરો બંધ કરવામાં આવ્યા છે જયારે અન્ય ચેમ્બરો બંધ કરવાની તજવીજ ચાલુ છે. ઉપરાંત ગેમી,એનસીટી, અને જીપીસીબી દ્વારા જે જે ચેમ્બરોમાંથી સેમ્પલો લઇ રહી છે તેવા ચેમ્બરો ખુલ્લા રાખી તેના પર ખોલી શકાય એવી રીતે ચેમ્બરોના ઢાંકણ લગાવવા આવી રહ્યા છે.

એ.આઈ.આઈ. સેક્રેટરી મહેશ પટેલ જણાવ્યું હતું કે જીઆઇડીસી વિસ્તારમાં ખુલ્લા ચેમ્બરો કોઈ પણ વ્યક્તિ ટેન્કર વડે બીજી રીતે પ્રદુષિત પાણી નહિ છોડી શકે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

1,800થી વધારે ચેમ્બરો ખુલ્લી હાલતમાં છે

પ્રદુષિત પાણીનો નિકાલ અટકાવવા કાર્યવાહી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી પાણીની ચેમ્બરોમાં ગેરકાયદે પ્રદુષિત પાણીનો નિકાલ અટકાવવા સીલ કરવામાં આવી રહી છે. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો