તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • બેદરકારી | છેલ્લા મહિનાથી ગાંધીજીની ત્રણ વાંદરાની પ્રતિકૃતિ સમાન ત્રણ માનવ કૃતિ ખંડિત હાલતમાં છ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી | છેલ્લા મહિનાથી ગાંધીજીની ત્રણ વાંદરાની પ્રતિકૃતિ સમાન ત્રણ માનવ કૃતિ ખંડિત હાલતમાં છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાત્રણ રસ્તા સર્કલ પર છેલ્લા 6 મહિના થી ગાંધીજી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ સમાન ત્રણ માનવ કૃતિ ખંડિત હાલતમાં છે. મહાત્મા ગાંધીજીના સંદેશો લોકો સુધી ફેલાવવા માટે મુકાયેલી પ્રતિકૃતિઓ તંત્રની બેદરકારીનો ભોગ બની છે. રીનોવેશન માટે મંજૂરી મળી હોવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ગાંધીજીના ત્રણ વાંદરા બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો એક નિશાની રૂપ છે. જે પ્રતીક રૂપ માનવ આકૃતિ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સહોયગ થી ઉભી કરી હતી. જે આજે છેલ્લા 5 વર્ષ માં અનેક વાર ખંડિત થઇ ચુકી છે. હાલ બાવલા હાથ નથી તો કોઈ પગ નથી. રોજ હજારો લોકો સર્કલ પરથી પસાર થાય છે. જે અંગે 6 મહિના થી સ્થિતિ માં છે.

સર્કલ રીનોવેશન માટે બોર્ડ ની મંજૂરી મેળવી ટૂંકમાં સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તેમ પાલિકા સત્તાપક્ષે જણાવ્યું હતું.પણ આજદિન સુધી તેના એજ હાલ છે. ઉલટાનું તેના પગ ખંડિત હાલત જોડેલા હતા જે પણ હવે તો ત્યાં હયાત નથી. પણ સત્તાપક્ષ દ્વારા સચ મત દેખો, સચ મત સુનો, સચ મત બોલો ઉક્તિ સાર્થક કરતા હોય તેમ નગરજનો પ્રતીતિ કરાવી રહ્યા છે.

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલના ખસ્તાહાલ છે. રીનોવેશન કરાવવામાં નહિ આવતાં સર્કલની દશા બગડી ગઇ છે. તસવીર-હર્ષદમિસ્ત્રી

નગરપાલિકા દ્વારા રીનોવેશન માટે મંજૂરી મળી હોવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ તંત્રની બેદરકારીનો ભોગ બન્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો