તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર GIDCમાં ગ્રીન બેલ્ટમાં પ્રદૂષિત પાણી ફરી વળ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગ્રીન બેલ્ટમાં સોમવાર ના રોજ અચાનક પ્રદુષિત પાણી ફળી વળતા અનેક વૃક્ષો મૃતપ્રાય હાલત મુકાઈ ગયા હતા. એટલુંજ નહિ રોડ તેમજ ખુલ્લા મેદાનમાં પાણી તળાવો ઉભરાય ગયાં હતાં.

કનોડીયા કેમિકલ કંપની સામે તેમજ શાંતિનગર વિસ્તારના પાછળ ના ભાગે આવેલ ખુલ્લા ભાગમાં નોટીફાઈડ તેમજ એ.આઈ.એ વિભાગ દ્વારા ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે. જે બેલ્ટની નીચે પ્રદુષિત પાણી અંદર ગ્રાઉન્ડ લાઈન લીકેજ થતા પ્રદુષિત પાણી ગ્રીન બેલ્ટમાં તેમજ રોડ અને ખુલ્લા મેદાન વિપુલ માત્રામાં ફળી વળ્યાં હતા. જે ને લઇ પ્રદુષિત પાણી તળાવો બની ગયા છે.

નોટીફાઈડ વિભાગ જાણ થતા તેવો ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને લીકેજ બંધ કરવાની તજવીજ આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે ગત વર્ષે વાલિયા ચોકડી પાસે ગ્રીન બેલ્ટ પ્રદુષિત પાણી ઉભરાતા અનેક વૃક્ષો કેમિકલ પાણીના કારણે બળીને ખાખ થઇ ગયા હતા જે સ્થિતિ નિર્માણ ફરી થયું છે.

વાવેતર કરાયેલાં વૃક્ષોને કેમિકલથી નુકશાન થવાની આશંકા

હરિયાળી વધારવા માટેના પ્રયાસોને ફટકો પડયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો