• Gujarati News
  • અંકલેશ્વરમાંથી યુવાનના મળેલા મૃતદેહની ઓળખ વણ ઉકલી

અંકલેશ્વરમાંથી યુવાનના મળેલા મૃતદેહની ઓળખ વણ ઉકલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંઅન્સાર માર્કેટ નજીક નાળામાંથી યુવકનો નગ્ન અને અર્ધ બળેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની ઓળખ બીજા દિવસે પણથઇ શકી હતી. પોલીસ દ્વારા એફ.એસ.એલ તેમજ વિસેરા લઈ બાબતે સાયન્ટીફીક તપાસ શરૂ કરી છે. મૃતદેહના ગળાના ભાગે ઈજા હોવાથી સમગ્ર બનાવની ગંભીરતા દાખવી તપાસ કરાઇ રહી છે.

અન્સાર માર્કેટ નજીક બે રોડની વચ્ચે જમીનમાં 15 ફૂટ ઊંડું નાળું બનાવામાં આવ્યું છે. જે નાળામાં આવેલા સિમેન્ટના પાઈપમાં યુવકની લાશ હોવાનું સ્થાનિક લોકોએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. લાશ ઊંડે હોવાથી પોલીસે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરોની ટીમને મદદે બોલાવતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા