તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવારોડની માર્ગની ધીમી કામગીરીથી રહિશોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવારોડ પર જલારામ મંદિરથી દિવાગામ ત્રણ રસ્તા નાળા સુધી માર્ગની કામગીરી 2 મહિના પૂર્વે શરૂ કરવામાં આવી હતી. લોકોના ઘરો દબાણો દૂર કરી રોડ પહોળો બનાવવાનું આયોજન કરાયું છે. કોન્ટ્રાકટરે હલકી ગુણવત્તાની કામગીરી કરી હોવાની ફરિયાદ વાહનચાલકો અને લોકો કરી રહયાં છે.એક તરફ વરસાદ પ્રારંભ થઇ ચુક્યો છે.

જેને લઇ રોડ બાજુમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે.રોડ બીજી તરફ તો અધૂરું મેટલ વર્ક કરવામાં આવ્યું છે. લોકો રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

રસ્તાની કામગીરી અંગે પાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવતા ઈજનેર અલ્કેશ અમદાવાદી તેમજ કારોબારી અધ્યક્ષ તેમજ સ્થાનિક સભ્યો સ્થળે દોડી આવ્યાં હતાં. કોન્ટ્રાકટરને ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા તેમજ કામગીરીમાં રહેલી ક્ષતિ દૂર કારવા સ્પષ્ટ સૂચના આપી કામગીરી ઝડપી પૂર્ણ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

માત્ર મેટલ વર્ક કરતાં લોકોએ નગર પાલિકા કચેરીમાં ફરિયાદ કરી હતી

ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થઇ જશે

અન્ય સમાચારો પણ છે...