તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંકલેશ્વરમાં ગૌશાળાનું સંતોના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વરમાં ગૌશાળાનું સંતોના હસ્તે લોકાર્પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરસિદ્ધ ટેકરી રામકુંડ ખાતે મંદિરના પૂર્વ મહંત ત્યાગીજી મહારજ દ્વારા શરુ કરવામાં આવેલી ગૌશાળાને 50 વર્ષ પૂર્ણ થતા તે પૂર્વે ગાયોને વધુ સુવિધાયુક્ત રીતે રહી શકે તે માટે ગૌશાળાને અત્યાધુનિક બનવી તેનું ઉદધાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી અને સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું

સંતો, મહંતો અને તપોભૂમિ તરીકે પુરાણોમાં ઉલ્લેખ છેએવા અંકલેશ્વર ખાતે સિદ્ધ ટેકરી પર આવેલા અને ભગવાન રામના વનવાસ સાથે સંકળાયેલા રામકુંડ તીર્થ ખાતે બ્રહમલીન પામેલા રામકુંડના મહંત ત્યાગીજી મહારાજ દ્વારા 50 વર્ષ પૂર્વે શરુ કરવામાં આવેલ ગૌશાળાનું રીનોવેશન કરી પહેલા કરતા મોટી બનાવી તેમાં ગાયોને ચારો પાણીની અલાયદી વ્યવસ્થા અને પંખા સાથે સંગીત સાથે અત્યાધુનિક સગવડયુક્ત રામ જાનકી ગૌશાળા નું વિધિવત ઉદ્ધાટન દેશના વડા પ્રધાનના ભાઈ પંકજ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રસંગે તેમની સાથે મહામંડલેશ્વર રમાનંદદાસજી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગુમાનદેવ મંદિર મહંત મનમોહનદાસજી વનાળાના મહંત મહેન્દ્રગીરી બાપુ ,રાજકોટવાળા હરીકીશનદાસ બાપુ તેમજ રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. ગૌશાળામાં તમામ ગાયોને તેમના હસ્તે ચારો પણ આપવામાં આવ્યો હતો.ગાયોની નિયત સ્થળ અને નામકરણ પણ અંકિત કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ગૌશાળાને અત્યાધુનિક બનાવામાં મદદ કરનાર દાતાઓને શાલ ઓઢારી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંતો પોતાના આર્શિવચનોમાં ઉપસ્થિત મહેમાનોને ગાયના મહત્વ અંગેનું વર્ણન કર્યું હતું. પંકજ મોદીએ પ્રવચનમાં તેઓ વડનગર ખાતે 3 રૂમમાં પરિવાર સાથે રહેતા હતા ત્યારે ઘરના એક રૂમમાં ગાય રહેતી હતી. માતા અન્યના ઘરે કામ કરતી હતી. જયારે પિતા ચા વેચતા હતા. ઘરના દરેક સદસ્યોની અલગ અલગ જવાદારી હતી. નરેન્દ્ર મોદી તળાવમાં તરવા જતા હતા, અને પોતાનું તમામ કામ બાળપણથી જાતે કરતા હતા . પરિવારમાં રહેલી ગાયનું ધ્યાન રાખવાની જવાબદારી પિતાજીએ નરેન્દ્ર મોદીને સોંપી હતી. તેઓ જવાબદારી નિપુણતાથી નિભાવી હતી.

ગૌ શાળાને સંતોના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. / હર્ષદિમસ્ત્રી