અંકલેશ્વરમાં જીનવાલા સ્કૂલથી પીરામણ રોડ 1 વર્ષમાં ધોવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીનવાલા સ્કુલથી પીરામણ સુધીના 1.25 કીમીના વિસ્તારને જોડવા માટે માધુભાઇ નામના ઇજારદારે 3 વર્ષની મુદત સાથે રોડ બનાવ્યો છે પરંતુ એક વર્ષમાં રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયાં છે.

માર્ગ અને મકાન વિભાગે ઇજારદાર સામે કોઇ કાર્યવાહી કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. 28 લાખ ખર્ચે બનાવેલો રોડ માત્ર એક વર્ષમાં બેસી જવાની સાથે પાણી ખાબોચીયા ભરાય રહ્યા છે. માર્ગ પરથી રોજના 5 હજારથી વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે.

જીયુડીસી વિભાગ દ્વારા ડ્રેનેજના નવીનીકરણ દરમિયાન રોડ ખોદી કાઢ્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અંકલેશ્વર આગમન વખતે ગાબડાઓ પુરવામાં આવ્યાં હતાં પણ આજે રસ્તાના ફરીથી ખસ્તાહાલ થઇ ગયાં છે. રસ્તાની કામગીરી 3 વર્ષની મુદત સાથે માધુભાઇ નામના ઇજારદારને સોંપવામાં આવી હતી. ઈજરદાર મધુભાઈ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

કોન્ટ્રાકટરને નોટીસ અપાશે

^રસ્તોબનાવનારા કોન્ટ્રાકટરને નોટીસ આપવામાં આવશે. ખરાબ થઇ ગયેલાં રસ્તાનું રીપેરિંગ પણ તેમની પાસે કરાવીશું.> સતીષમોદી, નાયબકાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ

લંબાઇ : 1.25 કીમી

કયારેબન્યો : 2016

કેટલા વર્ષની મુદત : 3 વર્ષ

કેટલો ખર્ચ : 28 લાખ રૂપિયા

રસ્તાની હાલત : ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે. તત્કાલીન રાષ્ટ્રપતિના આગમન વખતે ખાડાઓ પુરી પેચ વર્ક કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઈજારદારે 3 વર્ષની મુદત સાથે રોડ બનાવ્યો હતો રોજના 5,000 કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે

માત્ર 1.25 કિ.મીનો માર્ગ 28 લાખના ખર્ચે બનાવ્યો હતો

અંકલેશ્વરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે માર્ગો પર ખાડાઓ પડી રહયાં છે.જીનવાલા સ્કુલથી પીરામણ સુધીનો માર્ગ ગત વર્ષે બન્યો હોવા છતાં તેના પર ખાડા જોવા મળી રહયાં છે. હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...