તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • કાર્યક્રમ | બાળકોને નોટબુક અને કમ્પાસ બોક્સ સહિતની કીટ આપવામાં આવી : શાળાના ભૂતપૂર્વ છાત્રો સહિત

કાર્યક્રમ | બાળકોને નોટબુક અને કમ્પાસ બોક્સ સહિતની કીટ આપવામાં આવી : શાળાના ભૂતપૂર્વ છાત્રો સહિતના મહેમાનો હાજર રહયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનીનોબારીયા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોને નોટબુક અને કમ્પાસ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રસંગે શાળાના પૂર્વ વિદ્યાર્થી ડો.રવિ ગુપ્તા, રૂપલ ગુપ્તા,વિશાલ ગુપ્તા,યુસુફ શેખ અને વોર્ડના સભ્ય લલિતાબેન અને શાળાના શિક્ષક ભદ્રેશભાઈ હાજર રહ્યાં હતાં. બાળકો નિયમિત શાળાએ જાય તથા શિક્ષણ પ્રત્યેની રૂચિ જાગે તે હેતુસર તેમને નોટબુક અને કંપાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનએ શાળાના બાળકોને વર્ષમા બે વાર શૈક્ષણીક પ્રવાસ કરાવવાની જાહેરાત કરી હતી.

જેના પગલે બાળકોમાં તથા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સંસ્થાના ફાઉન્ડર રૂપલબેનએ જણાવ્યું હતું કે, બાળકોને જ્યારે પણ અભ્યાસ માટે શૈક્ષણિક વસ્તુઓની જરૂર પડશે ત્યારે સંસ્થા તેમની મદદ માટે તત્પર રહેશે.બાળકોમાં ભણવાની ધગશ જાગે અને તેઓ નિયમિત શાળામાં આવી પોતાનું ભવિષ્ય ઉજજ્વળ બનાવે એવી સંસ્થાના સંચાલકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

સંસ્થા દ્વારા શાળાના બાળકોને વર્ષમાં બે વાર શૈક્ષણિક પ્રવાસ કરવાની જાહેરાત કરાઈ

નોબારીયા સ્કૂલમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

નોબારીય સ્કૂલમાં બાળકોને નોટબુક તથા કંપાસબોક્સનું વિતરણ કરાયું હતું. તસવીર-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...