તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર ખાતે “લાઈફ આફ્ટર ડેથ” પર સેમિનાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
UPL લાયબ્રેરી ખાતે આયોજન કરાયું

મૃત્યુ બાદ અંગોનું દાન કરી અન્યને જીવન આપવા અપીલ કરવામાં આવી

અંકલેશ્વરયુ.પી.એલ લાયબ્રેરી ખાતે લાઈફ આફ્ટર ડેથ વિષય પર સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં લોકોને મૃત્યુ બાદ અંગોનું દાન કરી અન્યોને નવજીવન આપવા અપીલ કરાઇ હતી.

ડોનેટ લાઈફ સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશ માંડલેવાલાએ લાઈફ આફ્ટર ડેથ પર વક્તવ્ય આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ઇશ્વરે આપણને અમુલ્ય જીંદગી સારા કાર્ય કરવા માટે આપી છે.

આપણે આપણા મૃત્યુ પછી પણ કોઇ જરૂરીયાત મંદ વ્યક્તિને આપણા અંગોનું દાન કરીને એક નવું જીવન આપી શકીએ છીએ અને મૃત્યુ પછી પણ આપણે જીવંત રહી શકીએ છીએ.

ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ અંજુબેન કાલરાએ પણ પોતાનાના અંગો દાન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણું શરીર આપણા મૃત્યુ બાદ પણ જો બીજા લોકોના નવજીવનમાં ઉપયોગી થાય તો અંગો ડોનેટ કરી આપણે મૃત્યુ બાદ પણ લોકોની વચ્ચે રહીશું.આ પ્રસંગે હાજર રહેલાં લોકોએ અંગોનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો.

હાજર લોકોને શરીરના વિવિધ અંગ્ોની મહત્વતા અને તેની સમજ આપવામાં આવી હતી. અને અનયને મદદ રૂપ થવા અપીલ કરાઇ હતી.

અંકલેશ્વરમાં લાઇફ આફટર ડેથ વિષય ઉપર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તસવીર: હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો