તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાંથી 2 કરોડ રૂા.ની કેરીની નિકાસ થવાનો અંદાજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારે નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ

વાર્ષિક 4.50 કરોડનું ઉત્પાદન સામે અંદાજિત 3 કરોડ ઉત્પાદન થવાની સંભાવના

અંકલેશ્વરમાંથીચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાથી વધુની કેરીની વિદેશોમાં નિકાસ થાય તેવો અંદાજ છે. સરકારે નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેતાં ખેડૂતોમાં નવી આશા બંધાઇ છે પરંતુ સારી કવોલીટીની કેરીના ભાવ વધવાથી ગ્રાહકો પર અસર પડશે. ધુમ્મસ સહિતના પરિબળોને કારણે કેરીના ઉત્પાદનમાં 40 ટકાના ઘટાડાની શકયતા જોવાઇ રહી છે.

જુના દીવા, બોરભાઠા, નવી દીવી, જૂની દીવી,બોરભાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાસિયા, માંડવા સહીતના 25 થી વધુગ્રામીણ વિસ્તારોમાં લંગડો,કેસર,હાફૂસ,રાજાપુરી,દશશેરી, સહિતની 25થી વધુ જાતની કેરીઓનું સિઝનમાં અંદાજીત 4.50 કરોડથી વધુનું ઉત્પાદન થાય છે.સારી ગુણવત્તાવાળી કેરીનું નિકાસનું માર્કેટ 1.50 થી 2 કરોડ રૂપિયા હોય છે. વાતાવરણ થઇ રહેલા બદલાવને લઇ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે ઘટીને ત્રણ કરોડ રૂપિયાની આસપાસ રહેશે.

સરકારે નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેતાં હવે આંતરરાષ્ટ્રીય બજારના દ્વારા ખુલતા ખેડૂતોને નવી આશા જન્મી છે.જેને લઇ ચાલુ વર્ષે નિકાસ 1.50 કરોડથી વધી 2 કરોડ થવાની સંભવના છે.બજાર માં 15 થી 20 દિવસ કેરી હાજી મોડી આવવાની સંભવના ખેડૂતોએ વ્યકત કરી છે. અંકલેશ્વરમાં પાકતી લંગડો, કેસર અને હાફૂસ કેરી અમેરિકા, યુ.કે.અને ગલ્ફ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

નિકાસ પર પ્રતિબંધથી કેરીના ભાવ મળશે

^અંકલેશ્વરમાંથીસારી ગુણવત્તા વારી કેરી જે નિકાસ કરવામાં આવતી હતી તેના પર પ્રતિબંધ લાદવાથી સારી કવોલીટીની કેરીના ભાવ ગગડી ગયા હતાં.ઉચ્ચ ગુણવત્તા કેરીના ભાવ વધશે. કેરી બજારમાં 20 દિવસ આવતા થશે. >મગન પટેલ,વેપારી,અંકલેશ્વર

અંકલેશ્વરમાંથી 2 કરોડ રૂપિયાની કેરીની નિકાસ થવાનો અંદાજ છે. તસવીર: હર્ષદ મિસ્ત્રી

ધુમ્મસથી પાકને નુકશાન :

^ચાલુવર્ષે પણ ધુમસ્સના કારણે કેરી પાક નુકશાન થયું છે. નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ વર્ષે દૂર થતા ખેડૂતો માટે ફાયદાકારક બની રહેશે. સ્થાનિક કેરીના વાર્ષિક ટન ઓવર જે 4.50 કરોડનું છે તે અણધારી આફતના કારણે 3 કરોડનું ઉત્પાદન થવાની શક્યતા છે જેમાંથી 2કરોડની કેરી નિકાસ થવાની શકયતા છે. >જમીયતભાઈ પટેલ,ખેડૂત,અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો