તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના માનવ મંદિર ખાતે હોમીયોપેથિક કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજીઆઈડીસી સ્થિત માનવ મંદિર ખાતે માનવ સેતુ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને હસમુખભાઈ ના સહયોગથી માનવ મંદિર ખાતે માનવ સેતુ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. જે.જે. પટેલ અને તેમની તબીબી ટીમ દ્વારા સેવા આપવામાં આવી રહી છે. કેમ્પમાં નિઃશુલ્ક દવાનું વિતરણ તેમજ રોગોનું નિદાન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 15000 હજાર કરતા વધુ દર્દીઓએ લાભ લીધો છે.

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત મંદિર ખાતે યોજાયેલા કેમ્પને સફળ બનાવવા માટે વાસુભાઈ ગજેરા, કમલેશ જોષી,રમણીકભાઈ, દામજીભાઇ, પંકજભાઈ પટેલ, નિલેશભાઈ, હસમુખ ભાઈ સહીતના સભ્યો દ્વારા સતત માનદ સેવા આપી કેમ્પને સફળ બનાવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

નિષ્ણાંત તબીબોએ સેવા આપી દર્દીઓને તપાસ્યાં :

અત્યાર સુધી 15,000થી વધારે દર્દીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો