તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસ પહેલાં સારવાર માટે સુરત ખસેડાયો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તરૂણના મોત અંગે શંકા કુશંકા વ્યકત કરવામાં આવતાં સુરત ખાતે પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરાઇ

અંકલેશ્વરના દિવા રોડ પર બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત


અંકલેશ્વરનાદિવા રોડ ઉપર ગત 17 મી માર્ચના રોજ મોડી સાંજે ઘનશ્યામ નગરના 16 વર્ષીય તરુણની મોટર સાઇકલ સ્લીપ થતા માથાના અને મોઢા ભાગે ગંભીર ઇજા પહોંચતા સુરત ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે જાણવા જોગ ફરિયાદ આધારે તપાસ આરંભી છે.

ઝેનિથ સ્કૂલ પાસે આવેલ ધનશ્યામ નગર ખાતે રહેતા 16 વર્ષીય તરુણ ગાજીબ વાહીદ બાલા પોતાની મોટર સાઇકલ લઇ જુના દિવા રોડ એસ.વી.ઈ.એમ સ્કૂલ તરફ ગયો હતો.

જ્યાં તેની મોટર સાઇકલ સ્લીપ થતા મોઢાના તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને ગંભીર હાલતમાં પ્રથમ અંકલેશ્વર ખાનગી અને ત્યાર બાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફરજ પરના તબીબ દ્વારા સુરત પોલીસને જાણ કરતા ટેલિફોનિક વર્ધી આધારે શહેર પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હતી.

મૃતક તરુણ મોત બાબતે શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવતા સુરત ખાતે તેનું પી.એમ કરાવા આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા પરિવારજનોની ફરિયાદ મેળવાની તજવીજ આરંભી છે. તરૂણના શંકાસ્પદ મોત અંગેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો