તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં પીકઅપવાનમાંથી 6 ગાયો મૃત હાલતમાં મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનીઆમલાખાડી નજીકથી પોલીસને પીકઅપવાનમાંથી 5 ગાયો મૃત હાલતમાં મળી આવી છે. ગાયોને કતલખાને લઇ જવાતી હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી વાનનો પીછો કર્યો હતો પરંતુ ડ્રાયવર પીકઅપવાન મુકી ફરાર થઇ ગયો હતો. ઘાસચારા અને પાણી વિના પશુઓનું વહન કરાઇ રહયું હતું. ઇજાગ્રસ્ત એક ગાયનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 6 પર પહોંચી ગયો છે.

વાલિયાથી અંકલેશ્વર તરફ પીકઅપવાનમાં કતલ કરવાના ઇરાદે ગૌ વંશને લઇ જવામાં આવી રહ્યું હોવાની બાતમી આધારે એલ.સી.બીએ જયાબહેન મોદી હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં થી પીકઅપ વાન ચાલક પોલીસ જોઈ ભાગ્યા હતા જેન ફિલ્મી ઢબે પીછો કરી આમલાખાડી બ્રિજ નીચે થી ઝડપી પાડવામાં આવ્યા હતા જો કે પીકઅપ વાન ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા અંદર તપાસ કરતા પાંચ ગાયો મૃતહાલતમાં તેમજ પાંચ ગંભીર હાલતમાં મળી આવી હતી. જે પૈકી 1નું ગાયનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો.

એલસીબીએ કુલ 18,000 ના ગૌવંશ અને પીકઅપ વાન મળી કુલ 3.50 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કરી બાબતે જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પશુ ચિકિત્સક ડૉ. એફ.એ.અહેમદ જાણ કરતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પશુ બાચવાની કોશિષ કરી હતી પરંતુ તેમાંથી પણ એક ગાયનું મોત નીપજ્યું હતું. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પીકઅપવાનમાં પશુઓને અંત્યંત ક્રુરતા પુર્વક લઇ જવાતાં હતાં તથા તેમના માટે ઘાસચારાની કે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામાજીક કાર્યકર હરીશ પરમારે જણાવ્યું હતું.

આમલાખાડી પાસેથી પીકઅપવામાંથી 5 ગાયો મૃત હાલતમાં મળી આવી.

આરોપીઓની શોધખોળ ચાલી રહી છે

^મોબાઈલફોન અને પીકઅપ વાનના નંબર આધારે તપાસ કરાવામા આવશે. ગાડી પકડાઈ ત્યારેજ અંદર પાંચ પશુ મૃત હાલતમાં હતા અને એક નું સારવાર દરમિયાન મોત થયું છે. આરોપી ઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઇ છે. >આર.કે. ધુરીયા,પી.આઈ.જી.આઈ.ડી.સીપોલીસ

પોલીસને જોઇ ડ્રાયવર નાસી છુટયો : ઘાસચારા,પાણની સુવિધા નહતી

કતલ ખાને લઇ જવાના ઇરાદે ગૌવંશની હેરાફેરી કરવામાં આવતી હતી

અન્ય સમાચારો પણ છે...