તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં આજે 33 શ્રીજીઓની વાજતે ગાજતે સવારી નીકળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંઆવતીકાલે ગુરૂવારે થનારા ગણેશ વિસર્જન માટે 300થી વધારે પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. નગરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની 33થી વધારે મોટી પ્રતિમાઓની વાજતે ગાજતે સવારી નીકળશે. અંકલેશ્વર તથા પાનોલી ખાતે ઉભા કરવામાં આવેલાં કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરવા લોકોને અપીલ છે.

10 દિવસના આતિથ્ય બાદ દુંદાળા દેવને આવતીકાલે વાજતે ગાજતે વિદાય આપવામાં આવશે. વિસર્જન શાંતિપૂર્ણ રીતે કોઈપણ અણબનાવ વગર સંપન્ન થાય તે માટે 300થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ ખડેપગે ફરજ બજાવશે. અંકલેશ્વરના જળકુંડ,જી.આઈ.ડી.સી, ડી.પી.એમ.સી તેમજ પાનોલી ખાતે કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવ્યાં છે.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર ઉત્સવ ગરિમા સાથે સંપન્ન થાય તે માટે અંકલેશ્વર શહેર પોલીસ વિભાગ 300 થી વધુ પોલીસ જવાન, રેપિડેશન ફોર્સ, હોમગાર્ડ, એસ.આર.પી.,તટ રક્ષક દળનાજવાનોની ટીમ સેવા બજાવશે. મૂર્તિઓના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડનબ્રિજ દક્ષિણ છેડે નર્મદા કિનારે ક્રેન મૂકવામાં આવી છે. ગણેશ વિસર્જન સાથે પૂજાપો તથા શ્રીફળ માટે અલગ પાત્રની વ્યવસ્થા તમામ વિસર્જન સ્થળે ઊભી કરવામાં આવી છે. આમ ગુરુવારે અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળો પરથી ગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન કરવામાં આવશે તેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા અલગ અલગ સ્થળો પર પોલીસ જવાનોની ફોર્સ ખડકાઇ દેવાઇ છે.

પોલીસની ચાંપતી નજર રહેશે

^ગણેશવિસર્જનના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કાયદો હાથમાં લેનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. >રવિરાજસિંહ જાડેજા,ડી.વાય.એસ.પી.અંકલેશ્વર

ડીપીએમસી, જળકુંડ અને પાનોલીમાં કૃત્રિમ જળાશયો બનાવાયાં

ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત કરાયો

અન્ય સમાચારો પણ છે...