તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાકરોલ ગામે દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાબાકરોલ ગામ ખાતે દીપડો પરિવાર સાથે દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. 2 દિવસ પૂર્વે દીપડા બકરાનો શિકાર કરવા જતા ચાકરે ભગાડ્યા હતા. ગ્રામજનો દ્વારા દીપડા ઝડપી પાડવા વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા અંતે પાંજરું મુકવામાં આવ્યું હતું.

બાકરોલ ગામે છેલ્લા એક સપ્તાહથી દીપડાનું પરિવાર આંટાફેરા મારી રહ્યું છે. 3 જેટલા મુંગા પશુ પાર હુમલા કરી ચૂક્યું છે. ત્યાં ગત રોજ ગામના યુવક બકરા ચરાવા માટે પાદરે ગયો હતો ત્યારે બકરાનો શિકાર કરવા જતા પશુપાલકએ લાકડી ડંડા મારી દીપડા પરિવાર ભગાડ્યું હતું. જે વાત વાયુ વેગે ગામમાં ફેલાતા ગ્રામજનો દ્વારા વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવે તેવી માગ કરી હતી.

અંકલેશ્વર વન વિભાગ તેમજ એનિમેલ વેલ્ફેર ટ્રસ્ટના સુનિલ પરમાર અને જીવદયા પ્રેમી સંજય પટેલ દ્વારા બાકરોલ ગામ ની સીમ માં પાંજરું મૂકી દીપડાને મારણ મૂકી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી.ભાદી તથા બાકરોલ ગામની વચ્ચેના વિસ્તારમાં દીપડાનું પરિવાર ફરી રહયું હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

વનવિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું છે

^બાકરોલગામે દીપડો દેખાયો હોવાની સાથે પરિવાર સાથે હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે આધારે આજે વન વિભાગના સહયોગ થી પાંજરું મુકવામાં આવ્યું છે.દીપડો હોવાના પંજા અને તેનું પરિવાર હોવાનું પણ નજરે પડ્યું છે. >સુનિલ પરમાર,સભ્યએનિમલ વેલ્ફેર ટ્રસ્ટ

નર-માદા, 2 બાળ દીપડી જોવા મળી છે

3 થી વધુ પશુઓના શિકાર માટે હુમલો કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...