તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 ગામોમાં ~2.26 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકાના 5 ગામોમાં 2.26 કરોડ રૂપિયાના ખર્ચથી નવા રસ્તાઓ બનાવવામાં આવશે. ઉપરાંત હરિપુરા ગામે 90 લાખ રૂપિયાના ખર્ચથી પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરાશે. તમામ વિકાસકામોનું 9મીએ રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે.

અંકલેશ્વરના નવા હરિપુરા ગામ ખાતે અંદાજીત ~90 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીનીકરણ સાથે નવા બિલ્ડીંગની ખાતમુહૂર્ત વિધિ યોજાશે. નવા હરિપુરા, સજોદ, જુના હરિપુરા, સક્કર પોર ભાઠા, જુના પુનગામને જોડાતા માર્ગ 2.36 કરોડના ખર્ચે માર્ગનું પણ ભૂમિપૂજન કરાશે. તરીયા, ધંતુરીયા, માટીએડ, સજોદ, નવા હરિપુરા અને જુના હરિપુરા ગામના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરાશે. નવા હરીપુરા-સજોદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા મગન વસાવા, સજોદ ગામ સરપંચ નવનીત આહીર સહીત આગેવાનોના ઉપસ્થિત રહેશે.

~90 લાખના ખર્ચથી શાળાનું નવીનીકરણ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો