તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનોલીની મરકયુરી કંપનીના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાનોલીજી.આઈ.ડી.સી ખાતે આવેલી મરક્યુરી મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 142 કામદારોએ પડતર પ્રશ્નોને લઇ કાળી પટ્ટી ધારણ કરી કામ કરી મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો.

પાનોલી જી.આઈ.ડી.સી માં પ્લોટ નંબર 221/222 પર આવેલ મરક્યુરી મેનેજમેન્ટ એન્ડ ટેક્નિકલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની કંપની માં કુલ 400 કરતા વધુ કામદારો કામ કરી રહ્યા છે. જે પૈકી માત્ર 142 કામદારો કાયમી છે. જેમને મળવા પાત્ર હક્કોનો લાભ મળતો નથી.

25 વર્ષ જુના કામદારો હોવા છતાં તેમનો બેઝિક પગાર કોન્ટ્રાક કામદાર કરતા ઓછો તેમજ પી.એફ પણ ઓછો કાપવામાં આવે છે. કર્મચારીઓએ તેમને મેડિકલ તેમજ ટ્રાવેલિંગ આપવામાં આવતું નથી એચ.આર.એ., ડી.આર.એ પણ ઓછો આપવામાં આવતો હોવાની સાથે કંપની દ્વારા કામદારો મળવા પાત્ર સુવિધા થી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરી છે.

કંપની મેનેજમેન્ટ આગળ વાંરવાર રજૂઆત કરવા છતાં માંગ નહિ સ્વીકારવામાં આવતા અંતે ચાલુ કામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

કામદારોનો વિરોધ ખોટો છે

^કામદારોનોવિરોધ ખોટો છે. તેમને તમામ હકકો આપવામાં આવી રહયાં છે. નવા યુનિયન બનવાને લઇ કામદારો વિરોધ કરી રહયાં હોય તેમ લાગી રહયું છે. >શૈલેન્દ્રસિંહ, એચ.આર. હેડ, મરકયુરી લીમીટેડ

ભૂખ હડતાલ સુધી લડત કરવામાં આવશે

^કાયમીકામદારો જરૂરી તમામ હક્કોથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. કોઈપણ જાતની સુવિધા આપવામાં આવતી નથી. હાલ માત્ર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો છે. અમારી માંગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો અમારે ભૂખ હડતાલ સુધી લડત આપીશું. >રજનીશકુમાર સિંહ,કામદારઆગેવાન

મિનીમમ વેજીસ તેમજ વિવિધ લાભો આપવાની માંગ

142 કાયમી કામદારોએ કાળી પટ્ટી ધારણ કરી કામ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો