તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાંપીઓપીની બનેલી પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન થાય તે માટે સત વિસર્જન રથનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. પવિત્ર નદીઓના જળથી ભરીને કુંડ તૈયાર કરાયો છે જે જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવા જાગૃત કરશે. રથમાં અત્યાર સુધીમાં ગણેશજીની 18 મંગલમૂર્તિઓનું વિસર્જન કરાયું છે.

POP ની મૂર્તિઓના કારણે ઉભી થતી જળસૃષ્ટિ પર અસર અને લોકોની આસ્થાને ઠેસ પહોંચવાની ઉભી થતી સ્થિતિ સામે જી.પી.સી.બી અને તંત્રના પ્રયાસોથી અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઇકો ફ્રેન્ડલી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલાં પ્રયાસોથી ગણેશ યુવક મંડળો હવે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ તરફ વળ્યાં છે. વર્ષે પીઓપીની મૂર્તિઓનું જળાશયોને બદલે કૃત્રિમ કુંડમાં વિસર્જન થાય તે માટે સત વિસર્જન રથનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે.

નર્મદા, તાપીને ગંગા નદીના પવિત્ર પાણી ભરેલ ટેન્ક સાથેનું રથ તૈયાર કરવામાં આવ્યો છે. જે રથ પર ઇકો ફ્રેન્ડલી વિસર્જન માટે લોકોને જાગૃત કરતાં બેનરો લગાવી રથ નોટીફાઈડ વિસ્તારમાં ગણેશ ઉત્સવ દસ દિવસ સુધી ફેરવામાં આવશે.પીઓપીની બનેેલી મંગલમૂર્તિઓનું વિસર્જન માટે અપીલ કરવામાં આવી રહી છે.આ રથમાં બે દિવસમાં 18 જેટલી મંગલમૂર્તીઓનું વિસર્જન કરાવવામાં તંત્રને સફળતા મળી છે.

10 દિવસ સુધી રથ ફેરવવામાં આવશે

^પ્રથમવખત જી.આઈ.ડી.સી વિસ્તારમાં સત વિસર્જન રથ ફેરવામાં આવી રહ્યો છે. સોસાયટી તેમજ નોટીફાઈડ વિસ્તારના રહેણાક વિસ્તારમાંથી મૂર્તિઓ એકત્ર કરી તેનું વિસર્જન કરવામાં આવી રહયું છે. જેમાં 2 દિવસમાં 18 જેટલી મંગલમૂર્તિઓનું વિસર્જન થયું છે. >પ્રબોધ પટેલ,ચેરમેનએન્વાયમેન્ટ કમીટી

નદીઓના જળ ભરેલો કુંડ બનાવી તેને વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી રહ્યો છે

સત વિસર્જન રથમાં 18 મંગલમૂર્તિનું વિસર્જન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો