તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરના ભડકોદરામા ~17 લાખના ખર્ચે પ્રવેશદ્વાર બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર. અંકલેશ્વરનાભરકોદ્રા ખાતે 17 લાખ રૂપિયાના ખર્ચથી પ્રવેશ દ્વારા નિર્માણ કરવા માટે ખાતમહૂર્ત વિધિ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ભડકોદ્રા ગામ પંચાયત દ્વારા ગામમાં સીસીટીવી પ્રોજકેટ અમલમાં મૂકયો છે. તો વાઇફાઇ સેવા માટે ની પણ તજવીજ આરંભી છે. ગામ આદર્શ ગામ બનાવા માટે ગામ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે ગામના પ્રવેશ દ્વાર પર માટે આજે ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી. અંદાજીત 15 થી 17 લાખ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ગેટ આગામી 2 થી 3 મહિના સમયગાળામાં બની ને તૈયાર થઇ જશે. પ્રસંગે ગામના સરપંચ ભરત પટેલ,જિલ્લા પંચાયત સભ્ય પરેશ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાજર રહ્યા હતાં.

3 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...