તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રકની ટક્કરે બાઇક સવાર 2 સગા ભાઇઓના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાઅન્સાર માર્કેટ પાસે ગત મોડી રાત્રીના ટ્રક ચાલકે મોટર સાઇકલને અડફેટે માં લેતા બે સગાભાઇઓના મોત થયાં છે.ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ દોડી આવેલાં લોકોએ ટ્રકચાલકને મેથીપાક ચખાડયો હતો.

શુકવાર ની મોડી રાત્રીના અંકલેશ્વર અન્સાર માર્કેટ પાસે મોટર સાઇકલ પર દિપક વિશ્રામદીન સિંગરોલ રહે.જલધારા ચોકડી અંકલેશ્વર, ધીરેન વિશ્રામદીન સિંગરોલ અને મનોજ ઉર્ફે ભોગજીભાઈ ભક્તભાઈ રાજપુરોહિત કામ અર્થે જય રહ્યા હતા. તે દરમિયાન પૂર પાટ આવીરહેલી ટ્રક ચાલકે મોટરસાઇકલને અડફેટે માં લેતા મોટર સાઇકલ પર થી રોડ પર પટકાયેલ દિપક સિંગરોલનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે બંને ઇજાગ્રસ્તોને 108 ની મદદ થી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન ધીરેન સિંગરોલ પણ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઇજા પામેલા મનોજ ઉર્ફે ભોગજીભાઈ ભક્તભાઈ રાજપુરોહિત સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસમાત સર્જનાર ટ્રક ચાલક ને સ્થાનિક લોકો ઝડપી પાડ્યો હતો અને માર પણ માર્યો હતો.

એક ઈજાગ્રસ્તને સારવાર માટે સુરત ખસેડાયો

ટ્રક ચાલકને સ્થાનિક રહીશોએ મેથીપાક ચખાડ્યો

અંકલેશ્વરમાં ટ્રકની ટકકરે બે સગાભાઇઓના મોત થયાં હતાં. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો