તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવા પોલીસને થાપ આપી ઘરફોડિયો ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્યઅને દક્ષિણ ગુજરાતમાં ઘરફોડ સહિત ભંગાર ચોરીના 14 ઉપરાંત ગુનામાં સંડોવાયેલો ખુનખાર આરોપી એલસીબીએ મંજૂસરથી ઝડપી પાડ્યો હતો. ભાદરવા પોલીસને સુપરત કર્યા બાદ શનિવારે તેની આરોગ્યની ચકાસણી માટે આરોગ્ય કેન્દ્રમાં લઇ જતાં હતા ત્યાં કોન્સટેબલને ચકમો આપીને ભાગી છૂટતાં પોલીસ બેડામાં ખળભળાટા મચી ગયો હતો. જોકે બાદમાં સ્થાનિક પોલીસ અને અને એલસીબીએ નજીકના કોતરમા઼ તપાસ આદરતાં મોડીરાતે ફરાર આરોપીને દબોચી લીધો હતો. જેની તબીયત ખરાબ જણાતાં સાવલીની જમનોત્રી હોસ્પિટલમા઼ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનો નંદુ ઉર્ફે જેઠાભાઇ પટેલ ખેડા જિલ્લા ઉપરાંત અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી તેમજ સાવલી અને ભાદરવા પોલીસ મથક હદમાં ઘરફોડ અને કંપનીઓમાંથી ભંગારનો સામાન ચોરીના 14 ઉપરાંત ગુનામાં મુખ્ય સુત્રધાર નાસતો ફરતો હતો. ગતરોજ જિલ્લા લોકલ ક્રાઇમ વિભાગે ઘરફોડ ચોરીનો ખુનખાર આરોપી મંજુસર જીઆઇડીસીમાંથી ઝડપી પાડ્યો હતો અને એલસીબીએ ભાદરવા પોલીસને સુપરત કર્યો હતો.

દરમિયાન શનિવાર ભાદરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી નંદુની દાકતરી તપાસ કરવા લઇ જતાં હતાં ત્યારે આરોપીએ કોન્સ્ટેબલને દવાખાનામાં ચકમો આપીે નાસી છુટ્યો હતો. આરોપી નાસી જવાની જાણ થતાં જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

જોકે બાદમાં જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસે ફરાર થયેલા ખુનખાર આરોપીને પકડી પાડવા માટે ભાદરવા ગામે મહી નદીના કોતરોમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. પોલીસની સર્તકતાના કારણે મહિના કોતરોમાં સવારથી સંતાઇ ગયેલા આરોપી સાંજ પડતાં બહાર નીકળવાની કોશિષ શરૂ કરી હતી. દરમીયાન કોતરો ખુંદી રહેલી સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે આરોપી જોતાં તેને દબોચી લીધો હતો. જોકે દીવસભર કોતરોમાં સંતાઇ રહેલા આરોપી ઼ેને સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામા઼ આવ્યો હતો.

{ આરોપીને સારવાર માટે સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ભાદરવા પોલીસને થાપ આપીને ભાગી છૂટેલો આરોપી ઝડપાયા બાદ તેને સારવાર માટે સાવલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તસવીરવિમલ પટેલ

{ એલસીબી અને સ્થાનીક પોલીસે કોતરો ખુંદી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 14 ઉપરાંત ચોરીના ગુના આચરી ફરાર રહેલો કપડવંજનો નંદુ પટેલ મંજુસરથી ઝડપાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો