તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વરના સુરવાડી ગામે તસ્કરોનો ખેડૂત પર હુમલો : 8 આરોપી સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના સુરવાડી ગામે તસ્કરોનો ખેડૂત પર હુમલો : 8 આરોપી સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાસુરવાડી ગામના ખેડૂતને ટ્રાન્સફોર્મર ચોરોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી છે. ખેતરમાં સિંચાઇ માટે ગયા હતા તે દરમિયાન ટ્રાન્સફોર્મર પાસે અવાજ આવતા ખેડૂત તપાસ કરવા જતા 8 જેટલા લુંટારૂ તેમના પર હુમલો કરી માર મારી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરવાડી ગામ ખાતે રહેતા ખેડૂત દિનેશભાઈ કરસનભાઈ પટેલ ગતરોજ રાતના સમયે પોતાના ખેતરમાં સિંચાઇ માટે ગયા હતા તે દરમિયાન ખેતર ટ્રાન્સફોર્મર પાસે અવાજ આવતા ખેડૂતે તે દિશામાં ટોર્ચ મારતાં આઠ ઈસમોની શંકાસ્પદ હિલચાલ કરી રહયાં હતાં. આઠ ઇસમો પૈકી ચાર ઇસમો દિનેશભાઈ પટેલ તરફ ઘસી આવી તેઓને પકડી રાખી અન્ય ચાર ઇસમોએ લાકડીના સપાટા વડે ઢોર માર માર્યો હતો. ખેડૂત દિનેશભાઈ પટેલ સહિતના ગામના આગેવાનો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશને દોડી ગયાં હતાં. તેમણે વિસ્તારમાં વારંવાર બનતા ટ્રાન્સફોર્મર ચોરીના બનાવો અંગે રજૂઆત કરી હતી અને બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. સિંચાઇની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરી જતી ટોળકી સક્રિય બનતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. પોલીસ ટોળકીને ઝડપી પાડવા કડક કાર્યવાહી કરે તેવી તેઓ માંગ કરી રહયાં છે.

લુંટારૂઓ હુમલો કરી મામ મારી ફરાર : ટોળકીને ઝડપી પાડવા લોકમાંગ

ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરવા માટે આવ્યાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો