• Gujarati News
  • ડીઝલ સસ્તું થયું, ચીજવસ્તુના ભાવ યથાવત

ડીઝલ સસ્તું થયું, ચીજવસ્તુના ભાવ યથાવત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા બે મહિનામાં ડીઝલના ભાવમાં બે વારનો ઘટાડો કર્યો હોવા છતાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ યથાવત રહેતા ટ્રાન્સપોર્ટેશન માટે કડી રૂપ એવા ઉદ્યોગકારો અને વ્યાપારી વર્ગમાં કચવાટ જોવા મળી રહ્યો છે.તેઓ ડીઝલના ભાવમાં ઘટાડાના પગલે ટ્રાન્સપોર્ટર દ્વારા ભાવ ઘટાડવા માંગ કરી રહ્યા છે.ડીઝલના ભાવ ઘટવા સામે સ્પેરપાર્ટ,ટોલ ટેક્ષ,ટાયર અને પગારમાં બે ઘણો વધારો થયો છે ત્યારે ટ્રાન્સપોટેશનનો ભાવ કેવી રીતે ઘટાડી શકીએ તેમ ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે.

એક તરફ સરકાર મોંઘવારી ઘટાડવા માટે સતત ભાવ વધારો અંકુશમાં લાવવા મથામણ કરી રહી છે. વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતા સરકાર દ્વારા ઓક્ટોમ્બરમાં બે વાર ભાવ ઘટાડો કરી ડીઝલ પાછળ રૂા.6.24 ભાવ ઓછા કર્યા છે. જેને લઈ વેપારી તથા ઉદ્યોગકારોને ટ્રાન્સપોટેશનના ભાવ ઘટવાની અપેક્ષા હતી, પરંતુ આજે 15 દિવસ ઉપરાંતનો સમય વીતી જવા છતાં હજી ટ્રાન્સપોટર દ્વારા કોઈ ભાવ ના ઓછો કરતા તેમની આશા નિરાશામાં ફેરવાઇ ગઈ છે.તંત્ર મધ્યસ્થી બની ભાવ ઘટાડવા માટે પહેલ કરે તેવી આશા રાખી રહ્યા છે.

ટ્રાન્સપોટર્રો દ્વારા ડીઝલના ભાવ વધે કે તરત ભાવ વધારી દે છે. આજે બે બે વારના ભાવ ઓછા થવા છતા હજી સુધી ભાવ ઓછા કર્યા નથી ત્યારે અમારી આજે પણ ક્વિન્ટલ પર રૂા.10 નો ભાવ ઘટાડવા માટેની માંગ છે બાબતે વહીવટી તંત્રે પણ મધ્યસ્થી કરવી જોઈએ. > ઝવેરભાઈઘીવાલા, પ્રમુખ,અંકલેશ્વર વ્યાપારી મંડળ

જે પ્રમાણે ડીઝલના ભાવ વધ્યા તે પ્રમાણે ટ્રાન્સપોટર્રએ પણ ભાવ ઘટાડવા જોઈએ. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અમારા કાચા માલ અને ઉત્પાદીત માલ બંને પર પડે છે ત્યારે ભાવ ખરેખર ઘટવા જોઈએ > બી.એસ.પટેલ,પ્રમુખપી.આઈ.એ.

વહીવટી તંત્ર ેઆ બાબતે મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જોઇએ

ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ભાવ ઘટ્યા નથી.બે વર્ષથી ડીઝલમાં જે પ્રમાણે ભાવ વધ્યો છે તેની સામે સાવ ઓછો ઘટાડો છે ત્યારે બે વર્ષમાં ડ્રાઇવરના પગારમાં અને સ્પેરપાર્ટ, ટોલ ટેક્ષ, ટાયર ના ભાવ વધ્યા છે.આ જોતા ભાવ ઓછા થવાની શક્યતા નથી વધુમાં ગુજરાત બહારથી આયાત આવક ઓછી છે ત્યારે રાજ્ય બહારથી જોઈએ એવા ભાડા પણ મળતા નથી તે પણ એક ું કારણ છે. > હિતેશમોદી, પ્રમુખ,ભરૂચજિલ્લા ગુડ્સ ટ્રાન્સપોટ એસો.

ભાવ ઘટવા છતા ખોટનો વારો

પાછલાવર્ષમાં જે પ્રમાણે ભાવ વધ્યા છે તેની સામે ઘટાડો સામાન્ય છે.ટોલ ટેક્ષ બમણો થઈ ગયો છે.પગાર ,સ્પેરપાર્ટના ભાવ વધ્યા છે. ભાવ સામે આજે પણ ખોટ અમારા માટ