તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવના માધ્યમથી ટોલમાફીની માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંશ્રીજી ઉત્સવમાં જોષીયા ફળીયા યુવક મંડળે કેબલ સ્ટે બ્રિજની પ્રતિકૃતિ બનાવીને ગણેશજી દર્શને આવતા લોકોને ટોલબુથ વિરોધ નોંધાવવા તેમજ જિલ્લાવાસીઓને ટોલ માફી આપવામાં આવે તેવી તંત્રને સૂચક અપીલ કરી હતી.

અંગ્રેજો સામેની લડતમાં જન મેદની એકત્ર કરવા શરૂ કરવામાં આવેલ ગણેશ ઉત્સવમાં આજે અંકલેશ્વરમાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર લેવામાં આવનાર ટોલના વિરોધના બીજ રોપાયા છે. કેબલ બ્રિજ સરકારે ટોલ ટેક્ષ લેવા ઉતાવળી છે જેની સામે જિલ્લા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જોષીયા ફળીયા જોષીયા ફળીયા યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન કેબલ સ્ટે બ્રિજ ની પ્રતિકૃતિ બનાવીને ટોલ ટેક્સ સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોને ટોલ માફી માટેની લડતમાં જોડાવા અપીલ કરી હતી તેમજ જિલ્લા વહીવટી તંત્રને ટોલ નાબુદી અપીલ કરવામાં આવી હોવાનું મંડળ સભ્ય મિતેષભાઈએ જણાવ્યું હતું.

જોષીયા ફળીયા યુવક મંડળે કેબલ બ્રિજની પ્રતિકૃતિ બનાવી

જોષીયા ફળીયાના રહીશોએ કેબલ બ્રિજની કૃતિ ગણેશ પંડાલમાં બનાવી ટેકસ મુકિતની માંગ કરી છે. -હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...