તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવા નજીક વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાનામુલદ ચોકડી પાસે માંડવા નજીક અંકલેશ્વરના યુવાનની મોટરસાઇકલને કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. અંકલેશ્વરની મીરામાધવ સોસાયટી કોસમડી ખાતે રહેતો પંકજકુમાર કુશવાહ ગતરોજ એક્ટીવા લઇ મુુલદ ને.હા.નં8 પર માંડવા ગામ નજીકથી પસાર થતો હતો. ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેની એક્ટીવાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. પંકજ ગંભીર રીતે ઘવાતા તેને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરતા તેનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...