તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવા અંગે સેમીનાર યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાંવેસ્ટ માંથી ઘર ઉપયોગી બેસ્ટ ક્વાલિટીનું કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બનાવી શકાય એના પર સેમિનાર યોજાયો હતો. જેમાં રસોડામાંથી નીકળતાં વેસ્ટમાંથી ખાતર બનાવી તેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય તેનું માર્ગદર્શન અપાયું હતું.

ઈનર વ્હીલ ક્લબ અને અંકલેશ્વર જૈન તેરપંથ મહિલા મંડળની મહિલાઓને ઘરના કિચનમાંથી નીકળતા શાકભાજીના વેસ્ટ તથા બચેલા ખોરાકમાંથી ઘરના ગાર્ડન તથા ફૂલ ઝાડ માટે નજીવા ખર્ચમા કોમ્પોસ્ટ ખાતર બનાવવાની પદ્ધતિ શીખવાડવામાં આવી હતી. ટ્રેનર ભાવના શાહએ જણાવ્યું હતું કે મહિલાઓ ઘરના સુશોભન માટે ફૂલઝાડની માવજત કરતી હોય છે તો એમને કોમ્પોસ્ટ ખાતર બનાવી તેની સારી રીતે માવજત કરી શકે છે.

કચરાપેટીમાં એક પછી એક લેયર બનાવી રોજ રોજ એમાં કિચન વેસ્ટ નાખી મહિનામા એકદમ ફાઈન ક્વાલિટીનું કોમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે. પ્રમુખ અંજુબેન કાલરા જણાવ્યું હતું કે દેશ સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો માં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે. ત્યારે આપણે કચરો કેવી રીતે નિકાલ થાય જરૂરી છે. અને કચરા માંથી પણ ખાતર બનાવી આપણે તેનો ઉપયોગ કરી શકાય છે.

ઘર-બગીચામાં ફૂલછોડની માવજત કરી શકાય છે

કચરાના યોગ્ય નિકાલની સાથે સ્વચ્છતા જાળવી શકાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો