તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડીયામાં 98 બાંધકામો તોડી પાડવા નર્મદા નિગમની નોટીસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેવડીયાનીસાધુ ટેકરી ખાતે આકાર લઇ રહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અંકલેશ્વર સુધી બની રહેલાં ફોર લેન માર્ગના નિર્માણમાં નડતરરૂપ 98 બાંધકામોને તોડી પાડવા નર્મદા નિગમે નોટીસ આપતાં દોડધામ મચી છે. વાગડીયા, નવાગામ, લીમડી સહિતના ગામોમાં નોટીસ બાદ લોકો તેમના મકાનો ગુમાવી દે તેવી સ્થિતિ ઉભી થતાં ભયનો માહોલ છે. ...અનુસંધાન પાના નં.2

ગામલોકો પોતાની જમીનો ખાલી નહિ કરવા મકકમ હોવાથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઇ રહયાં છે.

કેવડિયાથી સાધુ ટેકરી સુધી જતા વચ્ચે આવતા વાગડીયા, નવાગામ, લીમડી, બરફરિયા ગામોના રહેણાંક ઘરો ,ST સ્ટેન્ડ સહીત સરકારી મકાનો પણ તોડી નાખવા નર્મદા નિગમે બાંધકામોના માલિકોને નોટીસ ફટકારી છે. નર્મદા બંધમાં જમીનો ગુમાવનાર કેવડિયા, કોઠી, વાગડીયા, ગોરા, નવાગામ, અને લીમડીના લોકોને સરકારે કોઈપણ જાતનું વળતર ચુકવ્યું નથી ત્યારે ફોર લેન માર્ગ માટે જમીન સંપાદિત કરતાં અસરગ્રસ્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

કેવડિયામાં આવેલી નર્મદા માતાની પ્રતિમાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રોડ બનવામાં આવી રહ્યો છે. જે 5.88 કિમી લાંબો અને 45 મીટર પહોળો બનાવવા માં આવશે. રસ્તો બનાવવા નડતરરૂપ રહેણાંક, બીન રહેણાંક, આંગણવાડી કેન્દ્રો, બાલવાડી કેન્દ્રો, પાણી હવાડા,પાણીની ટાંકી, બસ સ્ટેન્ડ દુર કરવા નોટીસ આપવામાં આવી છે. ગામલોકો પોતાની જમીનો ખાલી નહિ કરવા મકકમ હોવાથી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઇ રહયાં છે.ફોરલેન માર્ગ બનાવવામાં નડતરરૂપ મકાનોને દુર કરવાની કવાયત શરૂ

સંપાદીત કરેલ જમીનનું સરકારે વળતર ચુકવ્યું નથી

^સરકારેપહેલા ડેમ માટે પછી પ્રવાસન અને હવે રોડ આમ વારંવાર હેતુ ફેર કરે છે. જે ખરેખર ખોટું છે અને અમે અમારી જમીનમાં રહીએ છે. પહેલા બેઘરોને મકાન અનેસહાય આપો. જમીન સંપાદન કરી લેવામાં આવે છે પણ વળતર ચુકવાતું નથી. જો અમારી જમીનો છીનવાશે તો આંદોલન માટે લોકો તૈયાર છે. > શૈલેષતડવી, આગેવાન,વાગડીયા

આંગણવાડી

ગ્રામ-પંચાયત

દુકાનો અને કેબિનો

પાકા આવાસો

રહેણાંક મકાનો

01

01

16

38

42

કેવડીયાની નર્મદા માતાજીની પ્રતિમાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના ફોરલેન માર્ગમાં નડતરરૂપ દબાણો તોડી પાડવા નિગમે બાંધકામધારકોને નોટીસ આપી છે. તસવીર-યોગેશપટવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો