તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકજ દિવસમાં 3 સર્પને ઝડપી પાડવામાં આવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરશહેરમાં દિવા રોડ પર આવેલ જલારામ નગર ખાતે વહેલી સવારે અત્યંત ઝેરી એવા રસેલ વાઈપર સર્પ દેખાતા સ્થાનિક રહીશો જીવદયા પ્રેમી તરુણ પટેલને જાણ કરતા સુરક્ષિત રીતે સર્પ ને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત ચૌટાનાકા પાસે આવેલ નોબરીયા સ્કૂલમાં પણ બિન ઝેરી એવા ચેક્ડ કિલ બેક નામનો સર્પ દેખા દેતા તરુણ પટેલે તેને પણ સુરક્ષિત રીતે ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. ઉપરાંત ઝગડીયાથી પણ સર્પ દેખાયો હોવાનો કોલ આવતા તરુણ પટેલએ ઝગડીયાથી ઝેરી પ્રજાતિના સોસ્કેલ વાઈપર ને ઝડપી પાડી તેને સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...