તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શારદા ભવનમાંથી ચોરીઓ અટકાવવા સિકયુરિટી મૂકાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરપાલિકા દ્વારા જીનવાલા કમ્પાઉન્ડમાં 11 કરોડનાં ખર્ચે બની રહેલા શારદા ભવનમાં એક પછી એક થઇ રહેલી ચોરીઓની ઘટનાઓને લઇ તાત્કાલિક અસરથી સિકયુરીટી જવાનને મૂકી દેવાયો છે.

શહેરમાં પાલિકા દ્વારા અંદાજિત 11 કરોડના ખર્ચે અત્યંત આધુનિક ઇકો બેઝ ટાઉન હોલમાં શારદા ભવનનું નિર્માણ થઇ રહ્યું છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. છેલ્લા કેટલાક વખત અહીં એક બાદ એક સરસામાનની ચોરી થઇ રહી છે. જેમાં પાલિકા સાથે ઇજારદારોનાં સામાન પણ ચોરાયા છે. સામાનની ચોરીનો આંક લાખ રૂપિયાની ઉપર જઈ રહ્યો છે. ચોરી ના બનાવને લઇ પાલિકા દ્વારા ત્વરિત અસર થી સિકયુરેટી ગાર્ડની નિમણૂંક કરાઇ છે.

ચોરી અંગે સરવે કરાઈ રહ્યો છે

^માંશારદા ભવનમાં તબક્કાવાર પાલિકા અને ઇજારદાર ના સરસામાન ની ચોરી થઇ રહી છે. જે જાણ થતા મુદ્દે જરૂરી સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્વરિત અસર થી ત્યાં સિક્યુરેટીગાર્ડ મુકવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ પોલીસ કાર્યવાહી કરાશે. > ધર્મેશગોહેલ, ચીફઓફિસર

એક બાદ એક વધતા સામાન ચોરીના બનાવો

~11 કરોડના ખર્ચે બની રહેલો ટાઉનહોલ

અન્ય સમાચારો પણ છે...