તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃક્ષ વાવો,દેશ બચાવો થીમ આધારિત ગણપતિનું આર્કષણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજી.આઈ.ડી.સી માં આવેલ સૂર્યદીપ સોસાયટીના બાળકોએ દિવ્યભાસ્કરની એક વૃક્ષ એક જીવન અભિયાનથી પ્રેરણા લઇવૃક્ષ વાવો દેશ બચાવો થીમ ઉભી કરી ગણેશ ઉત્સવનો નવતર અભિગમ અપનાવ્યો છે.

ગણેશ ઉત્સવની સાથે ગંભીર વિષયો પર લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહયાં છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ સૂર્યદીપ સોસાયટીમાં બાળકો દ્વારા ગણેશ ઉત્સવને નવતર અને અનોખી રીતે ઉજવાનું નક્કી કરી ગણેશ મંડપમાં વૃક્ષારોપણની થીમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. સોસાયટીના પ્રમુખ મકરંદ દિગરાજકર અને સેક્રેટરી રજની માદરીયા અને સભ્યો સમક્ષ નિર્ણય મુકયો હતો. તેમણે બાળકોના અભિગમને સહર્ષ સ્વીકારી વૃક્ષ વાવો દેશ બચાવો થીમ ઉભી કરવામાં આવી છે. સોસાયટીમાં રહેતાં ઇવાસુ, માહીન, ધેય, ઉત્કર્ષ,ભાવિ, હર્ષિત, શશાંક અને ધ્રુવ સહિતના બાળકોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે અને તેના પર વૃક્ષ આધારિત પર્ણ કુટિર ઉભી કરવામાં આવી છે.

મંડપમાં વૃક્ષ વાવવા અંગેના વિવિધ પોસ્ટરો બનાવી તેની સજાવટ કરી છે. દર્શનાર્થે આવતા શ્રીજી ભક્તોને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવા અપીલ કરવામાં આવી રહી છે.

દિવ્યભાસ્કરના અભિયાનથી બાળકોને પ્રેરણા મળી

^દિવ્યભાસ્કરનાએક વૃક્ષ એક જીવન અભિયાન પરથી પ્રેરણા લઇ બાળકોએ વૃક્ષ વાવો ,દેશ બચાવોની થીમ ઉભી કરી છે. થીમ ઉભી કરવા માટે સોસાયટીના તમામ સભ્યોએ ટેકો આપી બાળકોના પ્રયત્ન આવકાર્યો છે. >ધરતી તન્ના,રહીશ,સૂર્યદીપસોસાયટી

પર્ણ કુટીર-પોસ્ટર લાગવી વૃક્ષારોપણની હાકલ કરી

સૂર્યદીપ સોસાયટીના બાળકોનો જાગૃતિ માટે પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો