તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર પાલિકા અને PWD કચેરીને તાળાબંધીની ચીમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાંડ્રેનેજ લાઇન માટે રસ્તાઓ ખોદવામાં આવ્યાં બાદ નવા બનાવવામાં નહિ આવતાં લોકો છેલ્લા 8 મહિનાથી ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. રસ્તાઓનું રીપેરિંગ કરવામાં આવતું નહિ હોવાને કારણે કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગની કચેરી તથા નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં રસ્તાઓની હાલત બદતર છે અને તેના માટે નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ જવાબદાર છે. નગરમાં ડ્રેનેજલાઇન માટે વિવિધ રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યાં હતાં પરંતુ આજદિન સુધી રસ્તાઓ નવા બનાવવામાં આવ્યાં નથી. રસ્તાઓ ખરાબ હોવાથી મેટલવર્ક કરી લોકોના રોષને શાંત પાડવાનો પ્રયાસ પાલિકાએ કર્યો હતો. ચોમાસાની શરૂઆત થતાંની સાથે રસ્તાઓની હાલત વધારે બદતર બની છે. ખાસ કરીને જીનવાલાથી ચર્ચ સુધીના માર્ગ પર બે વર્ષ પૂર્વે ખોદકામ કર્યા બાદ માર્ગનું હજી ત્રણ મહિના પૂર્વે નિર્માણ થયું હતું. થોડા વરસાદમાં માર્ગ ધોવાઈ ગયો છે. જે આજે પણ નવો બન્યો નથી કે નથી કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું .છેલ્લા દોઢ વર્ષમાં અંકલેશ્વરના મુખ્ય માર્ગ એવા સ્ટેટ હાઇવે પર જી.યુ.ડી.સી વિભાગ દ્વારા ડ્રેનેજના નવીનીકરણને લઇ ખોદકામ કરવામાં આવ્યાં બાદ માર્ગ બદતર બની ગયો હતો. અંકલેશ્વરના મોટાભાગના રસ્તાઓ ઉબડખાબડ બન્યાં છે. અંકલેશ્વર શહેરના માર્ગો બિસ્માર બની જતાં રાહદારીઓ તથા વાહનચાલકોની હાલત કફોડી બની છે. રસ્તાઓના હાલ બેહાલ હોવા છતાં પાલિકા કે માર્ગ અને મકાન વિભાગ તરફથી નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. નગરના બિસ્માર બની ગયેલાં માર્ગોના મુદે કોંગ્રેસે નગરપાલિકા તથા માર્ગ અને મકાન વિભાગની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

તંત્ર બસ તમાશો જોઈ રહયું છે

^માર્ગો પર ખાડા પડ્યા છે છતાં તંત્ર બસ તમાશો જોઇ રહયું છે. સમારકામ કે નવા રસ્તા બનાવવા કોઇ કાર્યવાહી થતી નથી. લોકોને પડતી હાડમારી અને શારીરિક માનસિક ત્રાસને બસ નજર અંદાજ કરી રહ્યા છે. >નરેશ વસાવા,રહેવાસી,અંકલેશ્વર

7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવો

^નગરપાલિકા હોય કે પછી માર્ગ અને મકાન વિભાગ હોય પ્રજાને પડતી અગવડતા પરત્વે નજર અંદાજ કરી રહ્યું છે. જો આગામી 7 દિવસ માં માર્ગો દુરુસ્ત નહિ કરવામાં આવે તો બંને કચેરી ને તાળાબંધી કરીશું. જીનવાલા માર્ગ બનાવનાર કોન્ટ્રક્ટરને બ્લેક લિસ્ટેડ જાહેર કરી માર્ગ ફરી નહિ બનાવા આવે તો જલદ આંદોલન કરવામાં આવશે. >શોયેબ ઝગડીયાવાલા,પ્રમુખયુથ કોંગ્રેસ અંકલેશ્વર

લોકોને પડી રહેલી હાલાકી માટે પાલિકા-માર્ગ મકાન વિભાગ જવાબદાર

ડ્રેનેજ લાઇન માટેે રસ્તાઓ ખોદયાં બાદ નવા બનાવતાં કોંગ્રેસ અાક્રમક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો