તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર અભિગમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંદિરમાંભગવાનની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યાં બાદ તેનો નદીમાં નિકાલ કરવામાં આવતો હોય છે પણ આના કારણે પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ફુલહાર પ્રતિમાને સ્પર્શ કરાવીને તેના યોગ્ય નિકાલ માટે ભકતોને પરત આપવામાં આવી રહયાં છે.

અંકલેશ્વર ખાતે દેશનું નવમું અને રાજ્યનું પ્રથમ ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મંદિર ખાતે દર્શાનર્થે આવતા ભક્તોના હાર-ફૂલ સ્વીકારી મૂર્તિ પાર ચઢાવી પરત આપવાની પહેલ કરી છે. નર્મદા નદી તથા પૂજાપાના ફૂલોના પધરાની પ્રથાને અટકાવા માટે પહેલ કરવામાં આવી હોવાનું મંદિર વયસ્થાપક મંડળ દ્વારા જણાવી રહ્યા છે. જેનો સહકાર ભક્તો પણ આપી રહ્યા છે. પાવન સલિલા માં નર્મદાના પવિત્ર જળ માં હજારો ટન પૂજાપો લોકો દ્વારા પધરાવામાં આવે છે. જે પૂજા વડે જળ પ્રદુષણ ફેલાવાનો ભય ઉભો થાય છે. તો જળચર સુષ્ટિને પણ તેની અસર ઉભી થાય છે. તો કેટલીક વાર આના કારણે લોકો ધાર્મિક લાગણી પણ ઠેશ પહોંચતી હોય છે. જેવા વિવિધ પાસાને ધ્યાનમાં રાખી પ્રથમ વખત ક્ષિપ્રા ગણેશજી મંડળ ટ્રસ્ટ મંડળ અને વ્યવસ્થાપક કમિટી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

મંદિર ખાતે લોકો ની આસ્થાને ઠેસના પહોંચે માટે ભક્તો દ્વારા આપવામાં આવતા ફૂલોના હારનો સ્વીકારી કરી મૂર્તિ પાર ચઢાવી તેને પરત ભક્તોને આપી તેમની શ્રધ્ધા બરકાર રાખી રહ્યા છે. ઉપરાંત મંદિર દ્વાર પાર સૂચના બોર્ડ પણ લાગવી લોકો જાગૃત કરી રહ્યા છે. તો મંદિર માંથી નીકળતા ફૂલો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ફુલહાર નર્મદા નદી માં પધરાવાનું બંધ કરી તેનો વ્યવસ્થિત નિકાલ થાય અને પર્યાવરણનેવ નુકશાન તેમજ સ્વચ્છતા જાણવા કરેલી પહેલ કરી નવતર અભિગમ અપનાવ્યો છે.

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે ફુલહાર પ્રતિમાને સ્પર્શ કરાવીને તેના નિકાલ માટે ભક્તોને પરત અપાઇ રહ્યા છે.

ફુલહારનો યોગ્ય

નિકાલ થવો જરૂરી

^નર્મદાનદીમાં ફૂલો અને પૂજાપો પધરાવી આપણે પાણીને દુષિત કરીએ છે. ફુલહારના યોગ્ય નિકાલ કરી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા મંદિર ખાતે માત્ર ફૂલહાર સ્વીકાર કરી પરત ભક્તો પ્રસાદ સ્વરૂપે આવામાં આવે છે. >જયેશ શુક્લ,પૂજારી,ક્ષિપ્રા ગણેશજી મંદિર, અંક્લેશ્વર

અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિરમાં પુષ્પમાળા મૂર્તિને અડાડી પરત કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો