તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વર તા.પં.ના ન્યાય સમિતિના અધ્યક્ષ સામે ઉચાપત કર્યાનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર તા.પં.ના ન્યાય સમિતિના અધ્યક્ષ સામે ઉચાપત કર્યાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાસફરુદીનના ખેડૂત ખાતેદાર મથુરભાઈ વસાવા 2010 પહેલા ખેતીની જમીન સરકાર દ્વારા 2010 માં રેલ્વે વિભાગને જમીન સંપાદન કરેલ હતી. અને તે જમીનનું વળતર મેળવવા માટે વડોદરા ખાતે આવેલ દેના બેંકમાં ખેડૂત મથુરભાઈ વસાવાએ ખાતું ખોલાવ્યું હતું.

રેલ્વે વિભાગ દ્વારા 92.40 લાખ રૂપિયાનો ચેક મથુરભાઈ વસાવાને ચુકવ્યો હતો. જેમાં સહિયારા ખાતેદાર એકાઉન્ટ હોલ્ડર તરીકે જગદીશ વસાવાનું નામ હતું. રેલ્વે વિભાગ દ્વારા ફ્રેટ કોરિડોર માટેની કામગીરી શરુ કરતા મથુરભાઈ વસાવાના પરિવારે કામગીરી અટકાવતા માટે ગયા હતા. જ્યા તમામ વળતર ચૂકવી દેવામાં આવ્યું હોવાનું હોવાની હકીકત બહાર આવી હતી .

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તપાસ કરતા પરિવાર 92.40 લાખ રૂપિયાનું વળતર ચુકવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ખાતે તપાસ કરતા ખાતામાં જગદીશભાઈ વસાવા ના હોવાનું બહાર આવતા અંતે મથુરભાઈ વસાવાના 6 હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. ગુમાનભાઈ વસાવાએ તાલુકા પોલીસ મથકે જગદીશ વસાવા સામે અરજી આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

કોઈ ઉચાપત કરી નથી

^મારીરાજકીય કારકિર્દી કલંકિત કરવાની પેરવી છે. મૃતક મથુરભાઈ વસાવાને યોગ્ય વળતર મળે તે માટેની તમામ કાર્યવાહી મદદ કરી હતી. મથુર ભાઈ અભણ હોવાથી બેંક ખાતા માં તેમણે જોઈન્ટ ખાતેદાર તરીકે અને રેલ્વે વિભાગ જેતે અધિકારીએ મારુ નામ જોઈન્ટ એકાઉન્ટ માં રાખ્યું હતું. તપાસ માટે હું તૈયાર છું. > જગદીશવસાવા, સામાજીકન્યાય સમિતિ અધ્યક્ષ, અંકલેશ્વર

અમારાનાણાની ઉચાપત કરી છે

^ગામનાતત્કાલીન સરપંચ જગદીશ વસાવાએ જેતે વખતે અમને માત્ર 3 લાખ રૂપિયા આપ્યાં હતા.વધુ વળતર આપવાનું આશ્વાશન આપ્યું હતું. પણ આજદિન સુધી અમને વળતરની રકમ આપી નથી. તાલુકા પોલીસ મથકે લેખિત માં ફરિયાદ કરી છે. > ગુમાનભાઈવસાવા, ફરિયાદી

વળતરની રકમ માટે જોઇન્ટ એકાઉન્ટ હોવાથી પૈસા ઉપાડી લીધા

ગામના ખેડૂતની જમીન રેલવે વિભાગે સંપાદિત કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો