તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં સત વિસર્જન રથમાં 24 પ્રતિમાઓનું વિસર્જન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાંગણેશજીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન થાય તે માટે સત વિસર્જન રથનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે. રથમાં 7 દિવસમાં 24 મંગલમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. પ્રથમ ચરણમાં રથના માધ્યમથી જીઆઇડીસી વિસ્તારમાં વિસર્જન માટેની મૂર્તિઓના એકત્રીકરણની સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

નર્મદા, તાપી અને ગંગા નદીના પવિત્ર પાણી ભરેલ ટેન્ક સાથેનું રથ તૈયાર કરવામાં આવ્યો છે. રથ પર ઇકો ફ્રેન્ડલી વિસર્જન અંગેના બેનરો લગાવવામાં આવ્યાં છે.રથ નોટીફાઈડ વિસ્તારમાં ગણેશ ઉત્સવ દસ દિવસ સુધી ફેરવામાં આવી રહયો છે. રથના માધ્યમથી લોકોના ઘરેથી ગણેશજીની મૂર્તિઓનું એકત્રિકરણ કરી તેનું રથમાં તૈયાર કરેલી ટેન્કમાં વિસર્જન કરવામાં આવી રહયું છે.

POP થી પર્યાવરણને નુકશાન અટકાવવા અંકલેશ્વરમાં ચાર વર્ષથી ગણેશ પ્રતિમાઓના કૃત્રિમ કુડમાં વિસર્જન માટે ભાર મુકવામાં આવી રહયો છે. ચાલુ વર્ષે જી.પી.સી.બી અને વહીવટી તંત્ર દ્વારા એ.આઈ.એ તેમજ નોટીફાઈડ વિભાગના સહયોગ થી ‘સત વિસર્જન રથ’ના પાયલોટ પ્રોજેકટ અમલમાં મુક્યો છે. જેમાં 7 દિવસ માં 24 જેટલી મંગલમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

નદીઓના જળ સાથેની ટેન્ક તૈયાર કરવામાં આવી છે

જીઆઇડીસી વિસ્તારમાં 7 દિવસથી રથ ફરી રહયો છે

અંકલેશ્વરમાં ગણેશજીની પ્રતિમાઓનુ કૃત્રિમ કુંડમાં વિશર્જન થાય તે માટે સત વિસર્જન રથમાં 24 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો