તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રાન્સફોર્મર તોડી કોપરની ચોરી

ટ્રાન્સફોર્મર તોડી કોપરની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વાર ટ્રાન્સફોર્મર તોડી પાડી તેમાંથી કોપર અને અન્ય કીમતી સાધનની સામગ્રી ચોરી કરતી ટોળકી સક્રિય બનતા અંકલેશ્વર તાલુકાના આલુંજ અને ઉછાલી ગામેથી ખેતી વપરાશની લાઈન પર મુકવામાં આવેલું ટ્રાન્સફોર્મર તોડી પડી તેમાંથી અંદાજીત રૂા.55,000 ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાના ઉછાલી અને આલુંજ ગામના ખેડૂત સંદીપ દુર્લભ વેકરીયા અને આદમ મહંમદ ટોપિયાના ખેતરમાં ડીજીવીસીએલ વિભાગ દ્વારા ખેતી વિષયક વીજ લાઈન પર ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું હતું જેને ભંગાર ચોરોએ ચાલુ વીજ પ્રવાહે જમીન પર પડી દઈ તેમાંથી 110 કેવીની કોપર કોયલો કીમત રૂા. 55,000 ,સ્ટર્ડ નંગ 6, ઓઈલ 26 લીટર ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બાબતે અંકલેશ્વર ડીજીવીસીએલ ગ્રામ્યના નાયબ ઈજનેર અરુણ ગામીતે અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.