Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરમાં કારની ટકકરે બે વિદ્યાર્થીનીઓને ઇજા
અંકલેશ્વરનાબોરભાઠા- હસ્તી તળાવ રોડ પર વહેલી સવારે ટ્યૂશન જઈ રહેલી એક્ટીવા સવાર બે વિદ્યાર્થીનોઓને સ્વીફ્ટ કારના ચાલકે અડફેટમાં લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ સંદર્ભમાં પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના હસ્તીતળાવ વિસ્તારમાં પુરપાટ ઝડપે જતી કારના ચાલકે એકટીવાને અડફેટમાં લેતાં બે છાત્રાઓને ઇજા પહોંચી હોવાની ઘટના ગુરૂવારે વહેલી સવારે બની હતી. ઇજાગ્રસ્ત છાત્રાઓને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કારની ટકકરે એકટીવા મોપેડનો કચ્ચારઘાણ નીકળી ગયો હતો તથા આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંદાડા ગામમાં જલારામ સોસાયટીમાં રહેતી હેતલ પરેશભાઈ પટેલ પોતાની હેપ્પી નગર ખાતે રહેતી મિત્ર શેફાલી મનીષભાઈ પરમાર સાથે એક્ટીવા ઉપર સવારે પોણા સાત વાગ્યાના સુમારે અંકલેશ્વર ખાતે ટ્યૂશન ક્લાસે આવતી હતી. તે દરમિયાન હસ્તી તળાવ સામે થી આવતી સ્વિફ્ટકારના ચાલકે તેમને અડફેટેમાં લઇ લીધા હતાં અકસ્માતમાં એક્ટીવા ઉપર જઇ રહેલી બંને વિદ્યાર્થીનીઓ હાથ તેમજ પગ માં ગંભીર ઇજા પહોંચી હતી. 108ની મદદથી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અકસમાત બાદ કાર ચાલક ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત શેફાલીના સંબંધી ધનસુખભાઈ પરમારે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.
કારના ચાલકે એક્ટીવા સવારને અડફેટમાં લેતા બેને ગંભીર ઇજા.
બોરભાઠા-હસ્તીતળાવ રોડ પર બનેલો બનાવ