તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના અંદાડામાં તુફાન ગાડીની ઉઠાંતરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકામાં આવેલા અંદાડા ગામની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાંથી તુફાન જીપની ચોરી કરી વાહન ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. બનાવને પગલે તુફાન જીપના માલિકે અંકલેશ્વર પોલીસ મથકે ગુનો નોંધાવતાં અંકલેશ્વર પોલીસ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહીતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી ખાતે રહેતા હર્નેશભાઈ ગોપાલભાઈ પટેલની જાનવી ટ્રાવેલ્સ નામ થી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવે છે. ગત રાત્રીના તેમની ક્રુઝર તુફાન જીપને ઘર આંગણે પાર્ક કરી હતી. જે જીપની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. સવારે ધર બહાર પાર્ક કરેલ ક્રુઝર તુફાન જીપ ચોરી થઈ જતા તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. વાહનચોરીના વધી રહેલાં બનાવોથી વાહનમાલિકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો