તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ પિડીતાની ક્લિપ રાખનાર સામે ગુનો નોંધાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરશહેર અને જિલ્લામાં ચકચાર જગવનાર બહુચર્ચિત ગુરુ- શિષ્ય દુષ્કર્મકાંડ બાદ વિકૃત માનસ ધરાવતા ગુરુ દ્વારા પોતાના દુષ્કર્મની વિડીયો ક્લિપના કારણે સમગ્ર કાંડ બહાર આવવા પામ્યું છે. વિડીયો ક્લિપ વાઇરલ થઈ જતાં પીડિતાને સમાજમાં જીવન પર ઊભી થઈ રહેલી અસરને લઈ શહેર પોલીસ દ્વારા કડક રૂખ અપનાવતા વિડીયો ક્લિપ કોઈપણ વ્યક્તિના મોબાઈલમાં દેખાશે તો તેની સામે સાઇબર સેલ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.

શિક્ષણ જગતને કલંકરૂપ ઘટના એવી અંકલેશ્વર ગુરુ-શિષ્ય દુષ્કર્મકાંડ બહાર આવ્યા બાદ જે વિડીયો ક્લિપના કારણે કાંડ પરથી પડદો ઉંચકાયો હતો. તે વિડીયો ક્લિપ વાઇરલ થઈ લોકોના મોબાઈલમાં ફરતી થતાં પીડિતા માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. વિકૃત માનસિકતા ધરાવતા કેટલાક લોકો વ્યાભિચારી ગુરુની ક્લિપ એકબીજાને મોબાઈલમાં શેર કરી વિકૃત આનંદ માણી રહ્યા છે. જે બાબત પોલીસના ધ્યાને આવતા પોલીસ દ્વારા બાબતે કડક રૂખ અપનાવતા જાહેર જનતા જોગ જાહેરાત કરતાં અંકલેશ્વર જીનવાલા સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય તથા પીડિતા અંગેની સેક્સકાંડ અંગેની વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયા દ્વારા વાઇરલ થઈ રહી છે. જે બાબતે પીડિતાના પરિવાર માટે ઘણી આઘાતજનક સ્થિતિ ઊભી કરી રહી છે. જેને લઈ કોઈપણ દ્વારા સોશ્યલ મીડીયામાં આવી ક્લિપ વાયરલ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ તેમજ ગૃપ એડમીન વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા પ્રજાને અપીલ કરી છે.

^ જેના મોબાઈલમાં ક્લિપ જોવા મળશે તો તેના ગૃપ એડમીન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર જીનવાલા સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય તથા પીડિતા અંગેની સેક્સકાંડ અંગેની વિડીયો ક્લિપ સોશ્યલ મીડિયા દ્વારા વાઇરલ થઈ રહ્યો છે. જે બાબતે પીડિતાના પરિવાર માટે ઘણી આઘાતજનક સ્થિતિ ઊભી કરી રહી છે. જેને લઈ કોઈ પણ દ્વારા સોશ્યલ મીડીયામાં આવી ક્લિપ વાયરલ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ તેમજ ગૃપ એડમીન વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા પ્રજાને અપીલ કરી છે.>એલ.બી.તડવી., પી.આઈ.,શહેર પોલીસ મથક

પ્રજાને સહકાર આપવા અપીલ

અંકલેશ્વરમાં છાત્રા સાથે દુષ્કર્મ આચર્યું હતું

અન્ય સમાચારો પણ છે...