• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • સુવિધામાં વધારો | જવાહર બાગ તેમજ પુરૂષોત્તમ બાગ ખાતે 10 લાખના ખર્ચે કસરતના વિવિધ સાધનો મુકવામાં આ

સુવિધામાં વધારો | જવાહર બાગ તેમજ પુરૂષોત્તમ બાગ ખાતે 10 લાખના ખર્ચે કસરતના વિવિધ સાધનો મુકવામાં આવ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંનગરપાલિકાએ જવાહર બાગ તેમજ પુરૂષોત્તમ બાગ ખાતે 10 લાખ રૂપિયાના ખર્ચે કસરતના વિવિધ સાધનો ઉપલબ્ધ કર્યા છે.

સ્વચ્છ અંકલેશ્વર, ગ્રીન અંકલેશ્વર અને સ્વસ્થ અંકલેશ્વરનો અભિગમ પાલિકાએ અપનાવ્યો છે. ત્યારે પ્રથમ પાલિકા વિસ્તાર સફાઈ અભિયાન ત્યારબાદ મુખ્ય માર્ગો અને આંતરિક વિસ્તારમાં વૃક્ષારોપણ અને હવે નગરજનો સ્વસ્થ રહે તે માટે જાહેરમાં નિઃશુલ્ક ઓપન જીમની શરૂઆત કરી છે. અંદાજીત 10 લાખ ઉપરાંતના ખર્ચે જવાહર બાગ તેમજ પુરષોત્તમ બાગ ખાતે વિવિધ કસરતોના સાધનો મુકવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ પાલિકા પ્રમુખ મીના પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન કિંજલ ચૌહાણ, ચંપા વસાવા, ડાહીબેન રાણા, બાગ અને રિક્રિએશન કમિટી ચેરમેન નશરીનબાનું મીર તેમજ ભાજપના હોદ્દેદારો સહીત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છ અંકલેશ્વર, ગ્રીન અંકલેશ્વર અને સ્વસ્થ અંકલેશ્વરનો અભિગમ પાલિકાએ અપનાવ્યો

અંકલેશ્વરમાં પાલિકાએ બે ઉદ્યાનોમાં જીમ બનાવ્યાં

અંકલેશ્વરમાં પાલિકાએ નગરજનો માટે જવાહર બાગ તેમજ પુરૂષોત્તમ બાગ ખાતે જીમનું લોકાર્પણ કર્યુ હતું. -હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...