હાંસોટ એસટી ડેપોમાં શૌચાલયનું લોકાર્પણ કયારે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ ખાતે પણ નવ નિર્મિત શૌચાલય પર એક વર્ષથી તાળા લટકી રહયાં છે. આજુબાજુના ગામોમાંથી અનેક લોકો તેમના કામ માટે હાંસોટ ખાતે આવતાં હોય છે ત્યારે જાહેર શૌચાલય બંધ હાલતમાં હોવાથી તેમનામાં રોષ જોવા મળી રહયો છે.અંકલેશ્વર અને હાંસોટ બસ સ્ટેશન ખાતે જાહેર શૌચાલય ઉભા કર્યા છે પણ આજે બિન ઉપયોગી બન્યા છે.

હાંસોટ ખાતે 7 લાખના ખર્ચે શૌચાલય બનાવામાં આવ્યું છે. જાળવણી માટે કોન્ટ્રાકટર નહીં મળતા એક વર્ષ થી તે બંધ હાલતમાં છે. સ્થાનિક બસ ડેપો સત્તાધીશો ધ્યાન આપતા નહિ હોવાથી નળ, પાઇપ સહિતના સમાનની પણ ચોરી થઇ ગઈ છે. એસટી ડેપોમાં શૌચાલય શોભાના ગાંઠીયા સમાન બની જતાં લોકોને સુલભ શૌચાલયમાં જવાની ફરજ પડી રહી છે.

સેનેટરીના સામાનની પણ ચોરી થઇ ચુકી છે મુસાફરોને સુલભ શૌચાલયમાં જવું પડે છે

1 વર્ષ પહેલા નિર્માણ પૂર્ણ છતાં તંત્રને સમય નથી

અન્ય સમાચારો પણ છે...