• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સામે ઉપપ્રમુખનો બળવો : રાજીનામુ આપ્યું

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સામે ઉપપ્રમુખનો બળવો : રાજીનામુ આપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર પાલિકામાં સત્તાપક્ષના બે ભાગ પડતા ઉપપ્રમુખ કલ્પેશ તેલવાલાએ પ્રમુખ સામે મોરચો માંડી ઉપપ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રમુખ મીનાબેન પટેલ તેમની અવગણા અને અપમાન કરતાં હોવાનો આક્ષેપ ઉપપ્રમુખે કર્યો હતો. બીજી તરફ પ્રમુખ મીનાબેન પટેલે કલ્પેશ તેલવાલાના આક્ષેપોને ફગાવી દીધાં છે. સત્તાધારી ભાજપમાં છેલ્લા ઘણા સમયથી વિખવાદ ચાલી રહયો છે જે હવે ખુલીને બહાર આવી ગયો છે.

4 તારીખે પ્રમુખ મીનાબેન પટેલની ઓફિસમાં વિકાસના કામોની ચર્ચા કરવા ગયા હતા. તે દરમિયાન ત્યાં ઉપસ્થિત અધિકારીઓ સામે ગેરવર્તુણક કરી અને ઓફિસમાંથી નીકળી જવા કહયું હતું. જેને લઇ ઉપપ્રમુખ તરીકે મને ઠેસ પહોંચી હતી અને ભૂતકાળમાં પણ પ્રમુખનું વર્તન સારૂ નહિ હોવાથી રાજીનામુ આપી દીધું છે અને બાબતે મોવડી મંડળને પણ જાણ કરી દીધી હોવાનું કલ્પેશ તેલવાલાએ જણાવ્યું છે. ભાજપ વિધાનસભામાં 150 બેઠકો જીતવાની આશા સેવી રહયો છે તેવામાં અંકલેશ્વર ભાજપમાં થયેલો ભડકો દઝાડશે તેમ લાગી રહયું છે.

પ્રમુખ વારંવાર અપમાન કરતાં હોવાનો આક્ષેપ

વિધાનસભાની ચૂંટણી પહેલા આંતરિક જૂથવાદ બહાર આવ્યો : અંકલેશ્વર પાલિકામાં સત્તાપક્ષના બે ભાગ પડ્યાં

પ્રમુખે ચેમ્બરમાંથી કાઢી મુકયાં હોવાનો ઉપપ્રમુખની ફરિયાદ

મીનાબેન મારૂ અપમાન કરે છે

^પાલિકાપ્રમુખ મીનાબેન પટેલ મારૂ સતત અપમાન કરે છે.હું ઉપ પ્રમુખ હોવા છતાં મારી અવગણા કરવામાં આવી રહી છે. અમે પણ પ્રજાના પ્રતિનિધિ છે. પ્રજા વિકાસ કામો સારી રીતે થાય એમાં અમને રસ છે. ત્યારે બાબતે ચર્ચા કરવી ગુનો હોય તેવું વર્તન કરાઇ છે. મુદ્દે રાજીનામુ આપ્યું છે. અને બાબતે જિલ્લા મોવડી મંડળને પણ જાણ કરી છે. > કલ્પેશતેલવાલા, ઉપપ્રમુખ

કલ્પેશના આક્ષેપો પાયાવિહોણા

^કલ્પેશ તેલવાલા મારા પર પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. તેમની કયારે અવહેલના કરી નથી. ઉલટાનું હું પ્રમુખ છું છતાં હોદાની ગરિમા પણ તેમને જાણવી નથી અને હું સ્ત્રી હોવા છતાં મારી જોડે હમેશા અપમાનિત વર્તન કરી રહ્યા છે. છતાં અમે કોઈ ફરિયાદ નથી કરી પાર્ટીની શિષ્ટમાં રહી અમે પાર્ટી આપેલી જવાબદારી નિભાવી રહ્યા છે. > મીનાબેનપટેલ, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...