• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • માર્ગદર્શન | ગુમાનદેવ મંદિર ખાતે કેમપમાં બચાવ અને રાહત કામગીરીની જાણકારી અપાઇ

માર્ગદર્શન | ગુમાનદેવ મંદિર ખાતે કેમપમાં બચાવ અને રાહત કામગીરીની જાણકારી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરપાલિકા ફાયર વિભાગ દ્વારા ગુમાનદેવ મંદિર ખાતે આપત્તિ અને વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો.ગુમાનદેવ ખાતે દર શનિવારે યોજતા મેળામાં સ્ટોલ ઉભો કરી લોકોને બચાવ અને રાહત કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી.

પાલિકાની ફાયર ટીમે આપત્તિમાં લોકો બચવા અને તેના ઉપયોગો બહોળો પ્રચાર કરવા નવતર અભિગમ અપનાવ્યો હતો. ઝઘડિયા પાસે આવેલા ગુમાનદેવ મંદિર ખાતે શ્રાવણ માસના દર શનિવારે મેળો ભરાય છે. તેમજ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ફાયરની ટીમ દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. લોકોને આપત્તિ સમય લેવામાં આવતા પગલાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર ટીમ દ્વારા પૂર, વાવાઝોડા, આગ, ભૂકંપ સહિત કુદરતી આપત્તિ કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન લાઈવ ડેમોસ્ટેશન સાથે આપી માર્ગદર્શન પુસ્તિકાનું વિતરણ કર્યું હતું.

પૂર, વાવાઝોડા, આગ, ભૂકંપ સહિત કુદરતી આપત્તિ વિશે માર્ગદર્શન આપ્યું

ઝઘડિયા સ્થિત ગુમાનદેવ ખાતે ફાયરની ટીમ દ્વારા શનિવારના રોજ માર્ગદર્શન શિબિર યોજાઇ હતી. તસવીર : હર્ષદ મિસ્ત્રી

ગુમાનદેવ ખાતે આપત્તિ વ્યવસ્થાપન શિબિર

અન્ય સમાચારો પણ છે...