અંકલેશ્વરમાં પરપ્રાંતીય મહિલાનો ચોટલો કપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના શાંતિ નગરમાં રહેતી ગુડિયા શર્મા નામની મહિલા રાત્રીના સમયે તેના ઘરમાં સુતી હતી દરમ્યાન અચાનક તેનું માથું કોઈએ હલાવ્યું હોવાને તેને આભાસ થયો હતો અને તેના વાળ કપાઈ ગયા હતા. તેણે આંખ ખોલી જોતા વાનર જેવો ભયાનક ચહેરો જોયો હોવાનો દાવો કરાયો છે. મહિલાના પતિ પીન્ટુ શર્માને જાણ કરતા તે

...અનુસંધાન પાના નં.2

ઉઠી ગયો હતો. પરંતુ તેને કોઈ દેખાયું હતું. ડરી ગયેલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ચોટલી કાંડના સતત ત્રીજા બનાવથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અંધશ્રધ્ધા કે ફોબિયા?

ત્રણેયધટનાઓમાં મહિલાઓના અલગ અલગ દાવાઓ સામે આવ્યાં છે. પ્રથમ બનાવમાં મહીલાએ બિલાડી જોઈ, બીજી ઘટનામાં પણ મહીલા લાલ સાડીમાં દેખાઈ અને ત્રીજી ઘટના વાનર જેવી આકૃતિ જોવા મળી હતી. ચોટલી કાપવાની ઘટના અંધશ્રધ્ધા છે કે ફોબિયા તે ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ અને આઈબીએ વિગતો મેળવી

રાજ્યમાંબની રહેલ ચોટલી કાપવાના બનાવોને લઇ રાજ્યના ગૃહ મંત્રાલયે સીઆઇડીની મહિલા સેલને તપાસ કરવાના આદેશ જારી કર્યા છે. મહિલા સેલની ટીમ બનાવ અંગે માહિતી મેળવશે. અંકલેશ્વરમાં 3 બનાવ બન્યાં હોવાથી સ્થાનિક પોલીસ પણ સક્રિય બની છે.

ત્રણેયઘટનાઓમાં પરપ્રાંતિય મહિલાઓ

અંકલેશ્વરમાંરહસ્મય સંજોગોમાં ચોટલી કપાવાની 3 ઘટનાઓ સામે આવી છે. તમામ ઘટનાઓ પરપ્રાંતિયોની બહુલ વસતિ ધરાવતાં વિસ્તારોમાં બની છે. મીરાનગર, સોરમ્ય સોસાયટી બાદ હવે શાંતિનગર વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય મહીલા ભોગ બની. જે ચર્ચા અને તપાસનો વિષય છે.

વાનરનો ભયાનક ચહેરો સ્વપ્નમાં દેખાયો હોવાનો મહિલાનો દાવો

ત્રણ દિવસમાં ત્રણ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો : શાંતિનગરમાં બનાવ બાદ લોકટોળા જામ્યાં

અંકલેશ્વરના શાંતિનગર-1માં ઘરમાં સુતેલી મહિલાના વાળ કપાયા બાદ તેને વાનર જેવો ભયાનક ચહેરો જોયો હોવાનો દાવો કરવામાં આવ્યો છ. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...