તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરની 78 શાળાઓના છાત્રોને આખરે શિષ્યવૃતિ મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર તાલુકાના 60 જેટલા ગામો 78 જેટલી જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓ કાર્યરત છે. 6500 થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જેમને સરકાર દ્વારા ગણવેશ તેમજ શિષ્યવૃતિ સહાય આપવામાં આવે છે. જેમાં 3500 થી વધુ વિદ્યાર્થીઓને આજદિન સુધી લાભ પણ મળ્યો નથી. દિવ્યભાસ્કરે છાત્રોને શિષ્યવૃતિ નહિ મળી હોવાનો અહેવાલ પ્રસિધ્ધ કરતાં આખરે છાત્રોને શિષ્યવૃતિ ચુકવી દેવામાં આવી છે.

રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રચારક મંત્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે,તાલુકાની 78 શાળાઓના અનુસૂચિતજાતિ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળી હતી. શૈક્ષણિક વર્ષ 2015-16 અને 2016-17 પૂર્ણ થવા છતાં વિદ્યાર્થીઓ

...અનુસંધાન પાના નં.2

શિષ્યવૃતિ લાભ થી વંચિત રહ્યા છે.એસસી, બક્ષીપંચ, આર્થિક પછાત, લઘુમતી, બિન પછાત તેમજ બક્ષીપંચના વિદ્યાર્થીઓને આખરે શિષ્યવૃતિ મળી ગઈ છે. બાકી વિદ્યાર્થીઓને પણ સરકાર દ્વારા શિષ્યવૃતિ તેમજ ગણવેશ સહાય ચૂકવા આવે તે જરૂરી છે.દિવ્યભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું

નાણા નહિ ચુકવાતા અભ્યાસ મુશ્કેલ બન્યો હતો

અન્ય સમાચારો પણ છે...