તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી દીધું

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં મિત્રએ મિત્રનું ઢીમ ઢાળી દીધું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાકસ્બાતીવાડમાં ત્રણ સગા ભાઈઓએ તેના મિત્ર રિયાઝ અબ્દુલ શેખની ચપ્પુ મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતાં. વાપરવા નાણાં નહિ આપતા હાંસોટી બંધુઓએ નમાજ અદા કરી પરત ફરી રહેલા મિત્રને ચપ્પુ હુલાવી હત્યા કરી નાખી હતી. બનાવ સંદર્ભે શહેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી હતી.

કસ્બાતીવાડ વિસ્તારના તૈયબા નગરમાં રહેતા 28 વર્ષીય રિયાઝ અબ્દુલ શેખ રાત્રીએ નમાજ અદા કરી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. તે વેળા અર્ષદ અસલમ હાંસોટી, અરબાઝ હાંસોટી તથા આફતાબ હાંસોટીએ તેને રોકી વાપરવા માટે નાણાં માંગ્યા હતા. રિયાઝ શેખે નાણા આપવાની ના પાડતા ત્રણે ભાઈઓએ ઉશ્કેરાઇને રિયાઝ પર હુમલો કર્યો હતો. જેમાં અરબાઝ અને અાફતાબે રિયાઝ શેખને ...અનુસંધાન પાના નં.2

ફરાર હાંસોટી બંધુઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ

મિત્રોને વાપરવા માટે પૈસા આપતા ઉશ્કેરાઈને રિયાઝ પર હુમલો કરાયો

અન્ય સમાચારો પણ છે...