અંકલેશ્વરના ભંગાર ગોડાઉનની આગ કેમિકલ વેસ્ટથી વિકરાળ બની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનેશનલ હાઇવે 8 નંબર પર આવેલ મહાવીર માર્કેટ ખાતે ફરી એકવાર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ તંત્રએ હાથ ધરેલી તપાસમાં કેમિકલ વેસ્ટ છૂટો છવાયો પડ્યો હતો જેને લઇ આગ વધુ ભડકી હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

રવિવારની સાંજે અચાનક મહાવીર માર્કેટમાં આવેલ ઓમ ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા આગ વિકરાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ અંગે ડીપીએમસી ફાયર ટીમને જાણ થતા ફાયર બંબા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર ઝડપભેર કાબુ મેળવી લીધો હતો.

આગ ગોડાઉનમાં રહેલ પ્લાસ્ટિક, મેટલ, કાપડ, અને પુઠ્ઠાંના તેમજ લોખંડ અને પ્લાસ્ટિક ડ્રમો તેમજ છૂટો છવાયો કેમિકલ વેસ્ટના કારણે ઝડપથી ફેલાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. ડ્રમો લાવ્યા બાદ અંદર કેમિકલ વેસ્ટ છુટુ છવાયું પડ્યું હતું. જે અન્ય વેસ્ટ સાથે સળગી ઉઠતા આગે વધુ વેગ પકડ્યો હતો.ફાયર ટીમએ વાતચીત દરમિયાન અંગે જણાવ્યું હતું. ભંગાર માર્કેટો વધી રહેલા આગના બનાવો તેમજ કેમિકલ વેસ્ટ અન અધિકૃત નિકાલને લઇ બનાવોને ગંભીરતાથી લેવાઇ રહયાં છે.

ગોડાઉનોમાં લાગતી આગના બનાવો ચિંતા જનકન બની

રવિવારે મહાવીર માર્કેટમાં આગ ભભૂકી હતી

અન્ય સમાચારો પણ છે...