તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમલાખાડી બ્રિજ નીચે વીજ વાયરો નમી ગયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાઆમલાખાડી બ્રિજ પાસે નીચે નમેલા જીવંત વીજ તારથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. 2 દિવસ પડેલા વરસાદને કારણે વીજ થાંભલા નમી રોડ પર આવી ગયા છે. આખી હાઇટેનશન લાઈન નમી પડી હોવાને લોકો જીવ પર જોખમ ઉભું થઇ રહ્યું છે.

અંકલેશ્વરથી પીરામણ ગામ તરફ જવાનાના નેશનલ હાઇવે નંબર 8 ના સર્વિસ રોડ પર ડીજીવીસીએલના રોડ અડીને આવેલ હાઇટેનશન લાઈનન વીજ થાંભલા જીવંત તાર સાથે નમી પડ્યા છે. સતત વાહનોથી ધમધમતા રોડ પર વાહનો ઉપરાંત પશુઓ પર પસાર થાય છે. 2 દિવસ પડી રહેલા વરસાદના ગત રોજ સાંજે તેમજ રાત્રીના પડેલા મુશરધાર વરસાદને લઇ સર્વિસ રોડ પર અડીને આવેલ 2 વીજ પોલ નમી પડતા જોખમી બન્યા છે. ગમે ત્યારે વીજ થાંભલા નીચે પડી જવાની ભીતિ ઉભી થઇ છે. હાઇ ટેનશન લાઈન હોવાથી ગામે ત્યારે હોનારત સર્જાય શકે છે. પીરામણ ગામના જાગૃત નાગરિક અલ્તાફ પઠાણે વીજકંપનીને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ નીચે વીજ તારો નમી પડવાથી લોકો અકસ્માતની ભીતી સેવી રહ્યા છે. તસવીર: હર્ષદ મિસ્ત્રી

હોનારત સર્જાય તો જવાબદાર કોણ?

હાઇટેન્શન લાઇનથી અકસ્માતની ભીતિ

અન્ય સમાચારો પણ છે...